For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામ ચેમ્બરના ઉપપ્રમુખ-પૂર્વ પ્રમુખને ત્યાં ઈન્કમટેક્સના દરોડા

01:35 PM Feb 01, 2024 IST | Bhumika
ગાંધીધામ ચેમ્બરના ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખને ત્યાં ઈન્કમટેક્સના દરોડા

દિનેશ ગુપ્તાની રિશી કિરણ લોજિસ્ટિક અને કંડલા વેરહાઉસ તેમજ ભાજપ નેતા બાબુ હુંબલની બે કંપની સહિત 24 સ્થળે તપાસ

Advertisement

ગુજરાતમાં જવેલર્સ, બિલ્ડર્સ, કેમિકલના વેપારીઓ બાદ આજે ઈન્કમટેક્સ વિભાગે કચ્છના રાજકીય ઓથ ધરાવતા બે મોટા ગજાના ઉદ્યોગપતિઓને ત્યાં દરોડા પાડતા ભારે ફફડાટ પેલાઈ જવા પામેલ છે.મળતી માહિતી મુજબ આજે વહેલી સવારથી રાજકોટ અને અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગની ટુકડીઓએ ગાંધીધામ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ દિનેશ ગુપ્તાના રિશી કિરણ લોજીસ્ટીક અને કંડલા વેરહાઉસ કંપની, વેરહાઉસો, ઓફિસો, નિવાસ સ્થાન સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને સર્ચ હાથ ધરવામાં આવેલ છે.

આજ રીતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા બાબુભાઈ હુંબલના શ્રીરામ સોલ્ટ અને શ્રી રામ કેમ ફૂડની ફેક્ટરીઓ, ઓફિસો તેમજ બાબુભાઈના નિવાસ સ્થાને પણ આજ સવારથી આવકવેરા વિભાગની ટુકડીઓ દ્વારા સર્ચ તથા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ રાજકોટ તથા અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગના 80થી વધુ અધિકારીઓના કાફલા દ્વારા ઉપરોક્ત બન્ને મોટા માથાઓના લગભગ 24 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બે નંબરી વ્યવહારો ઝડપાવાની શક્યતા છે.

કચ્છમાં બાબુભાઈ હુબલ રાજકીય ક્ષેત્રે મોટુ માથુ ગણાય છે. અને મીઠા ઉદ્યોગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે. તેની શ્રી રામ સોલ્ટ અને શ્રી રામ કેમફૂડ નામની બે કંપનીઓના ટ્રાન્સપોર્ટ તથા વેરહાઉસના તમામ કોન્ટ્રાક્ટ દિનેશ ગુપ્તાની રિશિકિરણ લોજીસ્ટીક અને કંડલા વેરહાઉસ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે.

આ બન્ને ઉદ્યોગપતિઓના બિઝનેસ એક બીજા સાથે સંકળાયેલા હોવાથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એક સાથે બન્ને ઉદ્યોગકારોના ઓફિસો, નિવાસ સ્થાનો, વેરહાઉસ તેમજ પ્લાન્ટ મળી 24 જેટલા સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવતા કચ્છના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement