રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગંધારાઓ સુધરી જાવ: દંડમાં 600 ટકાનો વધારો કરતાં મ્યુનિ.કમિશનર

05:48 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

ભીનો કચરો, સૂકો કચરો, જાહેરમાં ગંદકી, બાંધકામ વેસ્ટ અને ફૂડ વેસ્ટ સહિતના નિયમોમાં કરાયા મોટા ફેરફાર

Advertisement

ત્રણેય ઝોનમાં સ્પેશિયલ ફ્લાઈંગ સ્કવોડ દ્વારા સ્વચ્છતા અંગેની કડક કાર્યવાહી હાથ ધરાશે

રાજકોટ શહેર સ્વચ્છતા રેકીંગમાં પાછળ રહી જતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે રાજકોટ શહેરને ગોબરાઓથી મુક્ત કરવા પર્યાવરણ વિભાગમાં મોટાફેરફાર કર્યા છે અને દંડનીય કામગીરીના નિયમો પણ વધુ કડક બનાવી દંડની રકમમાં 100થી લઈને 600 ટકાનો વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરી છે તેમજ હવે ત્રણેય ઝોનમાં પર્યાવરણ વિભાગના કર્મચારીઓની સ્પેશિયલ સ્ક્વોડ તૈયાર કરી કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા છે.
રાજકોટ શહેરને સ્વસ્થ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ન્યુસન્સ પોઈન્ટ ઉપરથી દરરોજ ટનમોઢે કચરો કાઢી તેનો નિકાલ કરવામાં આવે છે. તેવી જ રીતે જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરતા તેમજ જાહેરમાં થુંકતા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. છતાં દંડની રકમ મામુલી હોવાના કારમે લોકો સુધરવાનું નામ લેતા નથી. પરિણામે મ્યુનિસિપલ કમિશનરે આ પ્રકારના લોકોને સુધારવા માટે હવે દંડમાં 100થી 600 ટકાનો વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરી છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ શહેરને સ્વસ્થ કરવા માટે પર્યાવરણ વિભાગ દિવસ-રાત મહેન્ત કરી રહ્યું છે. ત્યારે મારુ શહેર સ્વસ્થ અને સુંદર હોય તે માટે લોકોએ પણ સહકાર આપવો જોઈએ પરંતુ અમુક લોકો દ્વારા શહેરને સ્વસ્થ કરવામાં રસ ન હોય તેમ જ્યાં ત્યાં કચરો ફેંકતા તેમ જાહેરમાં થુંકતા અવાર નવાર પકડાઈ રહ્યા છે. અગાઉ નક્કી થયેલ દંડની રકમ મામુલી હોવાના કારણે લોકો શહેરને ગોબરુ કરી દંડ ભરી છુટી જતા હોય છે. આથી હવે દંડની રકમમાં 100થી 600 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પર્યાવરણ વિભાગના કર્મચારીઓની ત્રણ ટીમ જોનવાઈઝ મુકવામાં આવશે આ સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા જાહેરમાં કચરો ફેંકતા અન્ય ગોબરાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે તેવી જ રીતે ત્રણ વિભાગમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે. અને અધિકારીઓને તેમને સોપવામાં આવેલ જવાબદારી આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવેલ કે, દુકાનદારો દદ્વારા રાખવામાં આવતી કચરા પેટી તેમજ હોસ્પિટલો ક્લિનિકો દ્વારા ફેંકવામાં આવતો બાયોમેડીકલ વેસ્ટ તથા જાહેરમાં કચરો ફેંકતા અને સળગાવતા અને જાહેરમાં થુંકતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ફૂડ વેસ્ટ અને બાંધકામ વેસ્ટ ફેંકનાર બાંધકામ સાઈટો અને હોટલ-રેસ્ટોરન્ટો વિરુદ્ધ પણ કાડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. હાલમાં ફક્ત એક જ અધિકારી પાસે તમામ કામનું ભારણ હતું જેનું હવે વિભાજન કરવામાં આવ્યુ છે. જેના કારણે એકવર્ષમાં રાજકોટ શહેર સ્વસ્થ બનશે અને ભારે દંડના કારણે લોકોમાં પણ સુધારો થશે.
કમિશનરે વધુમાં જણાવેલ કે, દુકાનદારોએ નિયત કરેલ કચરા પેટી ફરજિયાત રાખવાની રહેશે. તેવી જ રીતે કોમ્યુનિટિ હોલ, હોટલ, રેસ્ટોરન્ટના સત્તાવાળાઓએ પણ નિયમ મુજબ બીનો અને સુકો કચરો એકટો કરવાનો રહેશે. તેમજ ફૂડ વેસ્ટનો નિકાલ મનપાએ નક્કી કરેલ નિયમ મુજબ જ કરવાનો રહેશે. સ્વસ્થ સવેક્ષણ માટે પણ સ્પેશિયલ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. આથી હવે શહેરને ગંદુ કરનાર તમામ પ્રકારના એકમો અને વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અને ભારે દંડનીઝુબેશ હાથ ધરવામાં આવશે.

જ્યાં ત્યાં રેતી-કપચીના ઢગલા નહીં કરાય
શહેરને સ્વસ્થ બનાવવા માટે મનપાના પર્યાવરણ વિભાગે હવે સ્પેશિયલ ફ્લાઈગ સ્ક્વોડ તૈયાર કરી દંડનીય કામગીરી વધુ ઝડપી અને આકરી બનાવી છે. અન્ય કચરાની માફક શહેરના અનેક સ્થળોએ બાંધકામ વેસ્ટના ઢગલાઓ કરનાર બિલ્ડરો તેમજ બાંધકામ સાઈટો વિરુદ્ધ પણ કડક પગલાના નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરે આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ આવતી કાલે બિલ્ડર એસોસીએશન તેમજ બાંધકામ સાથે સંકળાયેલા લોકો સાથે મીટીંગ યોજવામાં આવશે જેમાં ખાસ કરીને બાંધકામ વેસ્ટ મહાનગરપાલિકાએ નિયત કરેલ સ્થળ ઉપર જ ફેંકવા તેમજ રહેણાકના બિલ્ડીંગોમાં ગેસ્ટ પાર્કિંગ માટે જગ્યા ફાળવવા અને નાનામોટા બાંધકામો થતા હોય ત્યારે રસ્તા ઉપર રેતીકપ્ચી સહિતના મટીરીયલોના ઢગલા ખડકી દેવામાં આવે છે. જેના કારણે વાહન ચાલકો એન રાહદારીઓને થતી પરેશાનીઓની સમસ્યા હલ કરવા સહિતની ચર્ચા હાથ ધરાશે કમિશનરના જણાવ્યા મુજબ બાંધકામ વેસ્ટ નાખનારને હાલમાં કરાતા દંડમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બાંધકામ સાઈટ ઉપર રેતી-કપ્ચી સહિતનું મટીરીયલ સાઈટની બહાર રોડ ઉપર અથવા ટ્રાફિકને નડતરરૂપ હશે ત્યારે દંડની સાથો સાથ આ બાંધકામ માટે ટીપી વિભાગ દ્વારા મળેલી પરમીશન રદ કરવા સહિતના પગલા લેવામાં આવશે તેમજ રહેણકાની બીલ્ડીંગમાં મારવામાં આવતાગેસ્ટ પાર્કિંગ બહાર છે તેવા બોર્ડ ઉપર પ્રતિબંધ મુકી એપાર્ટમેન્ટમાં આવનાર દરેક વ્યક્તિને પોતાનું વાહન પાર્ક કરવાની બિલ્ડર દ્વારા જગ્યા આપવાની રહેશે તેમજ એપાર્ટમેન્ટનો વોચમેન તેમને એપાર્ટમેન્ટની વાહન પાર્ક કરતા રોકી શકશે નહીં તે સહિતની અમલવારી માટે આવતી કાલની મીટીંગમાં સુચીત કરવામા આવશે.

ગંધારાઓ વિરુદ્ધ દંડમાં થયેલ વધારો
કચરા પેટી ન રાખનારને હવે રૂા. 50ના બદલે 200 દંડ
હોટલ-રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલને કચરા પેટી માટે હવે રૂા. 500ના બદલે 10000નો દંડ
હોસ્પિટલોને બાયો વેસ્ટ ફેંકવા બદલ હવે રૂા. 10 હજારના બદલે 25 હજારનો દંડ
ફૂડ વેસ્ટ જાહેરમાં ફેકવા બદલ રૂા. 1000ના બદલે હવે 2000નો દંડ
બાંધકામ વેસ્ટ જાહેરમાં ફેંકવા બદલ હવે 5000ના બદલે 15000નો દંડ
જાહેરમાં કચરો ફેંકનારને રૂા. 250ના બદલે હવે 1000નો દંડ
સફાઈ કર્મચારી કચરો સળગાવશે તો રૂા. 1000નો દંડ અને ખાતાકીય કાર્યવાહી
જાહેરમાં થુંકનારને રૂા. 250ના બદલે હવે રૂા. 500નો દંડ

 

સ્પેશિયલ ફ્લાઈંગ સ્ક્વોડ ચાંપતી નજર રાખશે
મનપાના પર્યાવરણ વિભાગમાં મ્યુનિસિપલ કમિશનરે મોટા ફેરફારો કરી શહેરને સ્વસ્થ બનાવવા માટે કડક પગલા લેવાની સુચના આપી છે અને સ્પેશિયલ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરી છે. ત્રણેય ઝોનમાં એક-એક ટીમ શહેરને ગંદુ કરનાર શખ્સો ઉપર ચાંપતી નજર રાખી તેમને રંગે હાથ પકડી દંડનીય કાર્યવાહી હાથ ધરશે. જ્યારે આ ફ્લાઈંગ સ્ક્વોડની દર સપ્તાહે બદલી કરવામાં આવશે કોઈપણ એક વિસ્તારમાં એક કર્મચારી લાંબો સમય કામ નહીં કરી શકે કારણ કે, ફ્લાઈંગ સ્ક્વોડ એક જ વિસ્તારમાં લાંબો સમય કાર્યવાહી કરે ત્યારે તેમના સબંધો બંધાઈ જતા હોવાથી દંડનીય કામગીરીમાં વિક્ષેપ થતો હોય છે. આથી મ્યુનિસિપલકમિશનરે પોલીસ વિભાગની થ્રીયરી મુજબ ફ્લાઈંગ સ્ક્વોડની અદલાબદલી કરવાની પર્યાવરણ વિભાગને સુચના આપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement