રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તારાપુર - બોરસદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટેન્કર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં નુ 1મોત, ૩ ઈજાગ્રસ્ત

10:48 AM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધોર થિયા રહ્યો છે ત્યારે.તારાપુર- બોરસદ હાઇવે પર વધુ અકસ્માતની ઘટના બની છે.બોરસદ હાઇવે પર ટેન્કર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ તારાપુર, બોરસદ હાઇવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ ઘટના ધર્મજ ઓવરબ્રિજ પર બની હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું જયારે ૩ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તમામ ઈજાગર્સ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસમાં 6 લોકો સવાર હતા. આ લોકો નંદેસરીની ઓર્ગેનિક કંપનીમાં નોકરી અર્થે દરરોજ અપડાઉન કરતા હતા.

આજે વહેલી સવારે બસ ધર્મજ ચોકડીથી નંદેસરી જઈ રહી હતી, આ દરમિયાન બસ ટેન્કરની પાછળ અથડાઈ હતી. ધર્મજ ઓવરબ્રિજ પર ટેન્કરની પાછળ બસની ટકકર થતા દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પેટલાદના ખઢેણા ગામના ભગતસિંહ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જયારે ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Tags :
bus accidentgujaratgujarat newsTarapur-Borsad highwa ACCIDENTTarapur-Borsad highway
Advertisement
Next Article
Advertisement