ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટણ-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ST બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત

10:46 AM Jul 12, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ રાધનપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 6 લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે તાત્કાલીક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આણંદથી રાપર જતી બસને આ ગોઝારો અકસ્માત નડ્યો છે. આ ગંભીર અકસ્માતમાં એસટી બસનાં ડ્રાઈવર, કંડક્ટર અને ટ્રકનાં ડ્રાઈવર, ક્લિનરનું મોત થયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. . રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Tags :
accidentbus accidentdeathgujaratgujarat newsPatan-Radhanpur highway
Advertisement
Next Article
Advertisement