રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: સ્વિફ્ટ અને બોલેરો વચ્ચે ટક્કર થતા 4 યુવાનોના મોત

10:29 AM Aug 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ધોરાજી તરફ જતી સ્વિફટ કાર ડિવાઇડર ઠેકી બોલેરો સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત, બન્ને વાહનોનો બુકડો બોલી ગયો

ગોંડલ ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી વચ્ચે નેશનલ હાઇવે પર વહેલી સવારે સ્વિફટ કાર અને બલેરો જીપ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ગોંડલ નાં અને બે ધોરાજીનાં મળી કુલ ચાર યુવાનોનાં કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલી હદે ભયાનક હતો કે બન્ને વાહનોનો બુકડો બોલી ગયો હતો. બનાવનાં પગલે ઇમરજન્સી 108, શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તથા નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. બી ડીવીઝન ઉપરાંત તાલુકા પોલીસ અને રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પંહોચી રોડ પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યે ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી વચ્ચે નેશનલ હાઇવે ટીવીએસ શો રુમની સામે ધોરાજી તરફ જઈ રહેલી જીજેે3 એલજી 5119 નંબરની બેકાબુ બનેલી સ્વિફટ કાર ડિવાઇડર તોડી જામવાડી ચોકડી તરફથી આવી રહેલી જીજે 3 એમએલ 2444 નંબરની બલેરો જીપ સાથે ધડાકાભેર અથડાતા બન્ને ગાડીઓ નો બુકડો બોલી ગયો હતો અને મરણચીસો થી હાઇવે ગાજી ઉઠ્યો હતો. અકસ્માતમાં બલેરો જીપ માં રહેલા ગોંડલ નાં મારુતી નગર માં રહેતા સિધ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.35) તથા મહાકાળીનગરમાં રહેતા ક્રીપાલસિંહ હરભમસિહ જાડેજા (ઉ.39) ઉપરાંત સ્વિફટ કાર માં રહેલા ધોરાજીનાં વિરમભાઇ દેસુરભાઇ કરમટા તથા સિધ્ધાર્થભાઇ કાચાનું ગંભીર ઇજાનાં કારણે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવને પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડ બીથડીવીઝનનાં પીએસઆઇ સુરાણી ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઇ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

અકસ્માતમાં મોતને ભેંટનાર સિધ્ધરાજસિંહ ઝાલા પરણીત હતા. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું અને માઉન્ટ આબુ માં હોટેલ ચલાવતા હોવાનુ જાણવા મળેલ હતું. જ્યારે ક્રીપાલસિંહ જાડેજા મહાકાળીનગરમાં રહેતા હતા અને અપરણીત હતા.ત્રણ ભાઇઓ નાં પરીવાર માં નાના હતા.એક વર્ષ પહેલા તેમના ભાઈનું મૃત્યુ થયુ હતુ.જ્યારે તેમના માતાનું હજુ ત્રણ મહીના પહેલા મૃત્યુ થયુ હતુ.ક્રીપાલસિંહ મુળ માણેકવાડાનાં વતની હતા. ધોરાજીનાં યુવાનોની મોડેથી ઓળખ થતા તેના પરિવારને જાણ કરાઇ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે વરસાદમાં ધોવાઇ જતા અકસ્માતો વધ્યા

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે અનેક નાના-મોટા અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ત્યારે સામાન્ય વરસાદમાં હાઇવે ધોવાઈ જવા પામ્યો છે. હાઇવે રોડનું ધોવાણ થતા અનેક નાના-મોટા ખાડા જોવા મળ્યા છે. જેને લઈ અનેક અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ કાર ડિવાઈડર ઠેકી ગોંડલની સાંઢીયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર અથડાતા બોલેરો અને સ્વીફ્ટ કાર પલટી જવા પામી હતી. સ્વીફ્ટ કાર ચાલકની સ્પીડ વધારે હોવાથી સ્વીફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડ્યા બાદ બોલેરો કાર પલટી મારી હતી. ત્યાર બાદ સ્વીફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી (ગોથાં) મારી હતી. જેથી સ્વીફ્ટ કારમાંથી એન્જીન છુટુ પડી ગયું હતું અને સ્વીફ્ટ કાર ટોટલ લોશ થઈ જવા પામી હતી. આ અકસ્માતમાં ચાર યુવાનોના મોત થયા હતા.

ધોરાજીના વિરમનો જન્મદિવસ જીવનનો અંતિમ દિવસ બની ગયો

રાજકોટ-ગોંડલ હાઈવે પર વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં ગોંડલ અને ધોરાજીનાં ચાર યુવાનોના મોત થતાં આ હાઈ-વે રક્ત રંજીત બન્યો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા ધોરાજીનાં વિરમ દેસુરભાઈ કરમટાના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા વિરમનો ગઈકાલે જ જન્મદિવસ હતો અને આ જન્મ દિવસ જ તેના જીવનનો અંતિમ દિવસ બની જતાં પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. ગઈકાલે જ પોતાનો જન્મદિવસ ઉજવનાર વિરમ કરમટાને એ સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેમનો જન્મદિવસ તે અંતિમવાર ઉજવી રહ્યો છે. પોતાના મિત્ર સિધ્ધાર્થ કિશોર કાચા સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે સ્વીફટ અને બોલેરો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વિરમ કાળનો કોળીયો બની ગયો હતો. આ બનાવથી સિધ્ધાર્થ અને વિરમ બન્નેના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

Tags :
accidentcar accidentdeathGondal highwaygujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement