For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટણમાં ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 4ના મોત, ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી પાણીમાં ખાબકી

10:39 AM Dec 13, 2023 IST | Bhumika
પાટણમાં ગમખ્વાર અકસ્માત  એક જ પરિવારના 4ના મોત  ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી પાણીમાં ખાબકી

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત પાટણ જિલ્લામાંથી સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જયારે ત્રણ લોકોને ઈજાગ્રસ્ત થયાં છે. પ્રાથમિક માહિતી અનુસાર માર્ગ પર જંગલી પશુ આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી પાણીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત થયા હતા.

Advertisement

પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. વિગતો મુજબ એક સ્વિફ્ટ કાર માર્ગ પરથી પસાર થઈ રહી હતી અ દરમિયાન આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને બે યુવતીઓનું મોત થયાં. તમામ મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ કહતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં 3 લોકોને ઈજા પણ પહોંચી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement