રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નિર્મલા રોડ અને અંબિકા ટાઉનશિપ પાસે જુગારના દરોડા: 13 શખ્સો ઝડપાયા

04:13 PM Jul 22, 2024 IST | admin
Advertisement

બંન્ને દરોડામાંથી કુલ 1 લાખનો મુદ્દામાલ જપ્ત: કસ્તુરી રેસિડેન્સીમાં ઇવેન્ટ મેનેજમેન્ટનાં ધંધાર્થી જુગાર રમાડતા’તા

Advertisement

રાજકોટમાં પોલીસે બે સ્થળે જુગારના દરોડા પાડયા હતા. જેમાં કુલ 13 આરોપીઓ ઝડપાયા હતા. તેમાં પણ પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. માલવીયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચે આ બંને દરોડા પાડયા હતા.
નિર્મલા રોડ પરની પોશ પ્રકાશ સોસાયટી શેરી નં.રમાં રહેતાં લવીનાબેન નેભનદાસ ચેલાણી (ઉ.વ.60)ના મકાનમાં આજે બપોરે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં પ્રદીપ લક્ષ્મણદાસ દરડી(રહે.લાલબહાદુર શાસ્ત્રીનગર, ગુરુદ્વારા પાછળ), ભગવાનદાસ તારાચંદ હેમાણી (રહે. નાગેશ્વર પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, પટેલ ચોક, જામનગર રોડ), પ્રકાશ જીવતરામ વરીયાણી (રહે. મનહર પ્લોટ શેરી .નં.7, પુજા એપાર્ટમેન્ટ), માલાબેન લોકચંદ દુરગીયા (રહે. ઝુલેલાલ મંદીરની બાજુમાં, સિંધી કોલોની) અને રાજેશ ઘનશ્યામભાઈ આહુજા (રહે. રેલનગર, આવાસ યોજનાના કવાર્ટર)ને ઝડપી લઈ કુલ રૂા.પર140ની રોકડ રકમ કબજે કરી હતી.

બીજા બનાવમાં અંબિકા ટાઉનશિપ નજીકની કસ્તુરી રેસીડેન્સીમાં બ્લોક નં.33માં રહેતાં અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા સંજય રમેશભાઈ રાચ્છના મકાનમાં ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી હેતલબેન સંજયભાઈ રાચ્છ, હાર્દિક મહેશભાઈ પંડ્યા (રહે. કર્મચારી સોસાયટી, નાનામવા મેઈન રોડ), મુકેશ વશરામભાઈ મેંદપરા (રહે. આકાશદિપ મેઈન રોડ, ઉમિયા ચોક), દિનેશ હિંમતભાઈ સવાણી(રહે. કિંગ્સલેન્ડ પાર્ક સોસાયટી, નાનામવા), અલ્પાબેન શીરીશભાઈ મેઘપરા (રહે. શ્રીજી એકઝોટીકા, અંબિકા ટાઉનશિપ) અને મીરલબેન દિવ્યેશભાઈ ખાનપરા (રહે.અનમોલ એપાર્ટમેન્ટ, અંબિકા ટાઉનશિપ)ને જુગાર રમતા ઝડપી લઈ રૂા.47800ની રોકડ રકમ કબ્જે કરી હતી.

Tags :
ambikatowenshipgujaratgujarat newsrajjkotpolicerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement