રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામકંડોરણા પંથકના 6 ગામોમાં જુગાર દરોડા : 33 શખ્સો પકડાયા

12:38 PM Aug 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામકંડોરણામા જેમ જેમ ગોકુળ અષ્ટમી નજીક આવી રહી છે તેમ તેમ જુગારની રમતો જમાવટ લઈ રહી છે આ શ્રાવણીયો જુગાર મઝા બગડવા જામકંડોરણા ના પીએસઆઇ વિએમ ડોડીયા તથા જામકંડોરણા પોલીસ પુરી તૈયારી સાથે જામકંડોરણા પંથક માં શ્રાવણ માસમાં સઘન પેટ્રોલિંગ અને ખાનગી બાતમીદારો ની મદદથી શ્રાવણીયા જુગાર પર રીતસર નો સપાટો બોલાવ્યો છે. જામકંડોરણા તાલુકાના રોઘેલ, ખજુરડા, સાજડીયાળી, જામકંડોરણા (ટાઉન માં), જુના માત્રાવડ અને રાયડી ગામે કુલ 33 જેટલાં ઈસમો ગંજીપત્તા ટીંચતા ઝડપી લીધા છે.

જામકંડોરણાના રોઘેલ ગામે થી કીરીટ વેકરીયા, છગન શીયાળ , ઈમરાન સેતા, બીજલ કરમટા, નિલેશ વેકરીયા અને યોગેશ વીરાણી જુગાર મહેફીલ માણતા ઝડપાયા હતા ખજુરડા ગામે થી વસરામ સોલંકી , રમેશ સોલંકી, યુસુફ નોતીયાર, ચંદુ સોલંકી , અશોક સોલંકી અને દીપિક સોલંકી ગંજીપો ચિપતા ઝડપાયા હતા સાજડીયારી ગામેથી દેવસી વાઘેલા, ગોવિંદ વાઘેલા, રસીક વાઘેલા અને વિજય વાઘેલા સહિત ને જુગાર ધારા હેઠળ પકડી પાડયા હતા જ્યારે જામકંડોરણા ટાઉન માં જુગારમાં મશગુલ થઈ રહેલા સુરેશ ટાટામીયા, મનસુખ ડોલેરા, દીપક ચાવડા, જીતેન્દ્ર ગોસ્વામી અને રમેશ ગુજરાતી જુગાર રમતા પોલીસને અડફેટે ચડી ગયા હતા, જુનામાત્રાવડ ગામે પણ શ્રાવણીયા ચાલું હોવાનો બાતમી આધારે મનિષ ઉર્ફે મુન્નો રાતડીયા , કાના સાનિયા, હેમંત સાનિયા, રાજેશ સાનિયા અને નારણ અજુડીયા ને જુગાર રમતા પકડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જામકંડોરણા નું રાયડી ગામ ધાર્મિક છે છતાં આ ધાર્મિક ગામે પણ શ્રાવણીયા જુગારની મહેફીલ મંડાય છે આજ દિવસ સુધી રાયડી ગામના ગાંઠિયા પ્રખ્યાત હતા આ રાયડી ગામે થી હીરેન બોઘરા, નિકુંજ રાંક , અશોક પોશીયા, દેવજી કમેજરીયા , સંજય બાંભરોલીયા, રાજેશ બંધાણ અને કીરીટ ઠુંમર જુગાર રમતા ઝડપાઈ જતાં જામકંડોરણા પોલીસ સ્ટેશનની હવા ખાધી હતી જામકંડોરણા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વિએમ ડોડીયા તથા પોલીસ સ્ટાફ સાતમ આઠમ પર રમતા જુગાર પર ધોંસ બોલાવતાં જામકંડોરણા તાલુકાભરના પત્તા પ્રેમી ભારે ફફડાટ ફેલાયો હતો.

Tags :
gamblingJamkandorana
Advertisement
Next Article
Advertisement