For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોકુલ-શિવનગર સહિત પાંચ સ્થળોએ જુગાર દરોડા: 23 પકડાયા

12:17 PM Aug 12, 2024 IST | admin
ગોકુલ શિવનગર સહિત પાંચ સ્થળોએ જુગાર દરોડા  23 પકડાયા

શ્રાવણિયા જુગાર સામે પોલીસની લાલ આંખ

Advertisement

જામનગર શહેર - જિલ્લા માં શ્રાવણીયા જુગાર ની મોસમ પુરબહાર માં ખીલી છે. ગઈકાલે પણ પોલીસે જુગાર અંગે કુલ પાંચ સ્થળો એ દરોડા પાડ્યા હતા. 23 શખ્સો ને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

જામનગરના ગોકુલ નગર શિવ નગરમાં જાહેરમાં ગંજીપાના થી જુગાર રમતા પીઠાભાઈ સામતભાઈ કનારા, ખીમાભાઈ સામતભાઈ ગાગીયા , રાજેશ વલ્લભભાઈ જોશી, મૂળજીભાઈ ભીમજીભાઇ ઠાકર અને હરસુખભાઈ મોહનભાઈ જોગિયાને રૂ. 7480ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. જુગારનો બીજો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇમરાન હાજીભાઈ લાખા , અહેમદ હુસેનભાઇ ધુંધા, મોહમ્મદ આવેશ શબ્બીર હસાનિયા અને અલીમામદ ચંનાણી ને રૂૂ.15500 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

Advertisement

જુગાર અંગેનો ત્રીજો દરોડો જોડિયા તાલુકા નાં જીરાગઢ ગામ ની સીમ માં પાડવામાં આવ્યો હતો. અને અહીંથી જુગાર રમી રહેલા કિસન લાલજીભાઈ અદારીયા , રાહુલ ભીમાભાઇ અદારીયા, કૈલાશ અવચરભાઈ અદારિયા , સુરેશ રમેશભાઈ દેલવાણીયા વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ મેરા ભાઈ દેવાભાઈ ગમારા અને ચિરાગ મનસુખભાઈ બાબરીયાને રૂ.10960ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા .

જ્યારે જુગારનો ચોથો દરોડો જામનગરના 40 - દિ .પ્લોટ કમલિયા વાસમાં પાડવામાં આવ્યો હતો. અને મહેન્દ્ર પરસોતમભાઈ ગોરી, વિજય ખીમજીભાઇ કટારમલ , રાજેશ સુરેશભાઈ ગજરા તથા રાયસંગ રતનજી જાડેજાને રૂ.4550ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જામનગરના બેડી વિસ્તારમાં વરલીના આંકડાનો જુગાર રમતા ઇસા દાઉદભાઈ સુંભાનિયા, મુસ્તાક હનીફભાઈ પઠાણ અને કાસમ આમદભાઈ સોઢા ને રૂૂ 8170 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા જ્યારે હશન નુરમામદભાઈ જેડા ફરાર થઈ ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement