કેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયા
જુગારીઓ પાસેથી રોકડ, મોબાઇલ સહિત રૂા.52 હજારનો મુદ્દામાલ જપ્ત
કેશોદમાં રહેતા મહિલાના ઘરે પોલીસે રેઇડ પાડી રાજકોટનાં મહિલા સહિત 9 મહિલાને જુગાર રમતાં ઝડપી લઇ રૂૂપિયા 52,600નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદમાં ગાયત્રી મંદિરની પાછળના વિસ્તારમાં આવેલ ખાનગી સ્કૂલ પાછળ રહેતા લાભુબેન મનજીભાઈ ગોહેલ પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળતાં પીઆઈ પી. એ. જાદવની ટીમે વહેલી સવારે દરોડો પાડ્યો હતો.
કાર્યવાહીમાં જુગાર ધામના સંચાલિત લાભુબેન તથા તેની સાથે જુગાર રમી રહેલા કેશોદની શ્રદ્ધા સોસાયટીના આશાબેન મનીષભાઈ, ભાનુબેન દેવરાજભાઈ ચુડાસમા, ડીપી રોડ વિસ્તારમાં રહેતા જ્યોતિબેન અમરદાસ મેસવાણિયા, ઇન્દિરા નગરના લલીતાબેન પુંજાભાઈ ધોરીયા, મોવાણા દરવાજા લીમડા ચોક પાસે રહેતા જાઈદાબેન રજાકશા સર્વદી, આશિયાનાબેન ઈબ્રાહીમ ભાઈ મહિડા, ખીરસરા ગામના હંસાબેન બાબુભાઈ પરમાર અને રાજકોટમાં મવડી ચોકડી પાસે આવેલ સીતારામ સોસાયટીમાં રહેતા લાભુબેન મેરૂૂભાઈ વાઢીયાને ઝડપી લીધા હતા અને રૂૂપિયા 21,600ની રોકડ, 4 મોબાઇલ ફોન સહિત કુલ રૂૂપિયા 52,600નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.