ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોઠારિયા રોડ પર મોબાઈલની આઈડીમાં જુગાર રમતો ઝડપાયો

05:00 PM Mar 30, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કોઠારીયા રોડ પર કેદાર સોસાયટીના ગેટ પાસે મોબાઈલ ફોનમાં આઈડી મારફત જુગાર રમી રહેલા ન્યુ સાગર સોસાયટીના શખ્સને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો.બાદમાં તેના મોબાઇલની તપાસ કરતા આઈડી આપનાર તરીકે કોટડા સાંગાણીના શખ્સનું નામ ખુલ્યું હતું.પોલીસે બંને સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ,ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એન.વસાવા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે રાત્રિના કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીના ગેટ પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં એપ્લિકેશન મારફત ઓનલાઈન લાઈવ પત્તાની ગેમમાં જુગાર રમનાર તેજીમ રફિકભાઈ ફુફાલ (રહે. પ્રણામી ચોકન્યુસાગર સોસાયટી શેરી નંબર 2) ને ઝડપી લીધો હતો. પોલીસે પૂછતાછ કરતા આરોપીને ભંગારનો ડેલો હોવાનું માલુમ પડ્યું છે.જ્યારે તેના મોબાઈલ ફોનની તલાસી લેતા આઇડી આપનાર તરીકે કોટડા સાંગાણીના રહીમભાઈ પુંજાણીનું નામ ખુલ્યું હતું.જેથી પોલીસે બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કોટડા સાંગાણીના શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement