લગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મ
મોબાઇલ પર સંપર્ક બાદ પ્રેમપાંગર્યો, યુવતીને ભગાડી જઈ મુંબઇ, જૂનાગઢ, ભાવનગર અને સુરત લઇ જઇ દુષ્કર્મ આચર્યુ
હવસ સંતોષ્યા બાદ આરોપીએ કહ્યું, આપણે ભાઇ-બહેન કહેવાઇએ એટલે લગ્ન કરી શકીશું નહીં
રાજકોટમાં ભાઈ-બહેનના સબંધને સર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પિતરાઈ ભાઈએ લગ્નની લાલચ આપી બહેન સાથે દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ,રાજકોટમાં રહેતી 25 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના પિતરાઈ ભાઈનું નામ આપતાં પ્ર. નગર પોલીસે દુષ્કર્મ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે, ફરિયાદીના મહુવા રહેતા મોટાબાપુ સાથે તેઓને છેલ્લા આઠ વર્ષથી બોલવા ચાલવાનો વહેવાર નથી. ત્યાં વિસ્તારની બાજુમા મોટાબાપુના સગા સબંધી 2હેતા હોય જેથી મોટા બાપુનો દીકરો યુવતીના પાડોસમા અવાર નવાર આવતો હતો. આરોપી તેણીનો મોટા બાપુનો દીકરો થતો હોય જેથી તેની સાથે વાતચીત થતી હતી.
તેમજ તેની સાથે મારે છેલ્લા ચાર મહીનાથી પ્રેમ સંબંધ હતો. ત્રણ મહીના પહેલા આરોપીએ તેણીને મોબાઈલ ફોન આપેલ હતો. ફોન બાબતે ઘરે કોઈને જાણ કરેલ ન હતી. તેણીના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે બન્ને ફોનમા વાતચીત કરતા હતા.ગઈ તા.04/04/2025 ના સવારે 10 વાગ્યે આરોપીનો ફોન આવેલ ઘર પાસે આવેલ દુકાન પાસે મળવા આવવા જણાવેલ જેથી તેણી મળવા ગયેલ ત્યારે તેણીને આરોપી સાથે અગાઉ વાત થયેલ તે મુજબ બન્ને એક રીક્ષામા બેસીને પારેવડી ચોક ખાતે ગયેલ અને અગાઉ ફોન પર વાત કરતા ત્યારે આરોપીએ તેણી સાથે લગ્ન કરી સાથે સારૂૂ જીવન જીવવાની વાત કરેલ હતી.જેથી તેની સાથે રીક્ષામા બેસીને પારેવડી ચોક ગયેલી અને પારેવડી ચોકથી પ્રાઈવેટ વાહનમાં બેસી અમદાવાદ ગયા હતાં.
જ્યાં અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે રોકાયેલ અને બાદમા ત્યાથી ટ્રેનમાં બેસી મુંબઈ ગયેલ અને મુંબઈમા આસપાસના ગામડામાં તેણીને ફેરવેલ બાદમા મુંબઈમાં બે દિવસ રખડાવેલ હતી.ત્યાંથી બસમા બેસી ભાવનગર ગયેલ અને ત્યાં આસપાસના ગામડામાં આશરે 10 દીવસ તેણીને ફેરવેલ અને બાદમા આરોપી જુનાગઢ તેના મામાના ઘરે લઈ ગયેલ અને તેના મામાએ ઘરે આવવાની ના પાડેલ તો આરોપીએ હાથે પગે લાગી આજીજી કરી તેના મામાના ઘરે 10 દીવસ રાખેલ હતી.
બાદમા ત્યાથી સુરત લઈ ગયેલ અને ત્યા એકાદ દીવસ ફરીને પરત ભાવનગર આસપાસ ગામડામાં આઠેક દીવસ ફરેલ અને બધી જગ્યાએ બસ સ્ટેન્ડ તેમજ ધાર્મીક સ્થળોએ રાત્રીના સમયે રોકાતા હતા. આરોપી તેમની સાથે લગ્ન કરવાનો હોય તેથી આરોપીએ શરીર સંબધ બાંધેલ બાદ ઘણા દિવસો પછી કહ્યું કે, આપણે સંબંધ પ્રમાણે લગ્ન કરી શકીશું નહી પરંતુ તુ મારી સાથે રહે જેથી તેણીએ કહેલ કે, તુ મને ઘરે મુકી દે બાદમા આરોપી અને તેના પિતા મોટા બાપુના ઘરે મહુવા ખાતે મુકી પોતે જુનાગઢ ગયો હતો. મહુવા તેણી એકલી આરોપીના પિતાના ઘરે 10-12 દીવસ રોકાયેલ અને બાદ આરોપી મહુવા તેડવા આવેલ અને રાત્રીના દોઢ વાગ્યે મહુવાથી જુનાગઢ બાજુ લઈ ગયેલ અને વેરાવળ આસપાસના ગામડામાં 10-12 દીવસ ફેરવેલ અને કોઈ પણ બસ સ્ટેન્ડમાં રોકાઈ જતા હતા અને બાદમા વાંકાનેર તેમજ મોરબી ગયેલ અને તા 02/06/2025 ના આરોપી રાજકોટ-જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ પાસે મુકી ગયો હતો.
બાદમાં તેણીએ આરોપીને ફોનમાં લગ્ન કરી સાથે રહેવાની વાત કરતા તે ગાળો આપતો અને તેણીના પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો.આ બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ આર.કે.ગોહિલે તપાસ આદરી છે.