અમદાવાદમાં ગેલેકસી ગરબાના આયોજકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર
રાત્રે ગરબા પૂરા થયા બાદ જીવન ટૂંકાવી લીધું, આર્થિક ભીંસનું પ્રાથમિક તારણ
ચાલુ વર્ષે નવરાત્રિમાં મેઘરાજાએ મજા બગાડી નાખતા અર્વાચિન રાસોત્સવના મોટા આયોજનો કરનાર અનેક આયોજકોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. ત્યારે ગઇકાલે નવ નોરતા પૂરા થયા બાદ અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં ગેલેકસી રાસોત્સવનું આયોજન કરનાર યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. ગતરાત્રે ગરબા પૂરા થયા બાદ આ આયોજકે ગળાફાંસો ખાઇ લીધો હતો. આર્થિક ભીંસ તથા નાણાકીય લેવડ દેવડમાં આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલે ખસેડાયો હતો. પોલીસ તપાસમાં ગેલેક્સી ગરબાના આયોજક યુવકે લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. ગરબાના આયોજક યુવકે શા માટે આ પગલું ભર્યું, તેના ચોક્કસ કારણો જાણવા પોલીસે હવે સુસાઇડ નોટના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુબજ અમદાવાદના ગરબા આયોજન ક્ષેત્રે એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ગેલેક્સી ગરબાના આયોજક યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં ગેલેક્સી ગરબાના આયોજક મયંક પરમાર નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવન જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યા મુજબ મયંક પરમારે આ વર્ષે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબાનું આયોજન કર્યું હતું. આપઘાતના આ બનાવની જાણ થતાં વટવા જીઆઇડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો મેળવ્યો છે અને મહત્ત્વની બાબત એ છે કે પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે.મયંક પરમારે શા માટે આ પગલું ભર્યું, તેના ચોક્કસ કારણો જાણવા પોલીસે હવે સુસાઇડ નોટના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે. પોલીસ ગરબા આયોજન સંબંધિત કોઈ નાણાકીય લેવડદેવડ, દબાણ કે અન્ય અંગત કારણોની દિશામાં તપાસ ચલાવી રહી છે.