દર્દીઓ અને વીમા એજન્સી વચ્ચે પુલનું કાર્ય કરશે GAHNA
- વીમા સંબંધિત પ્રશ્ર્નોનું નિવારણ કરશે, 3 જિલ્લાઓ અને પાંચ મોટા શહેરોમાં 10 હજારથી વધુ સભ્યો જોડવામાં આવશે
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, લેબોરેટરી અને રેડિયોલોજી સેન્ટરને વીમા અને સરકારી યોજનાઓ સંબંધી પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે અમદાવાદમાં ગુજરાત એસોસિએશન ઓફ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ એન્ડ એલાઇડ હેલ્થકેર સર્વિસીસની શરૂૂઆત કરવામાં આવી છે.આ રાજ્યવ્યાપી સંગઠનમાં તમામ 33 જિલ્લાઓ અને પાંચ મોટા શહેરોના 10 હજારથી વધુ સભ્યો હશે. આ એસોસિએશન હેઠળ જિલ્લાઓને છ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે, જેમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના આગામી દિવસોમાં કરવામાં આવશે.
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (અઇંગઅ)ના પ્રમુખ ડો.ભરત ગઢવીએ એસોસીએશનના લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે રિઝર્વ એન્ટિબાયોટિક્સના ઉપયોગ માટે માર્ગદર્શિકા ઘડવા, આરોગ્ય વીમા કંપનીઓ પર દર્દીઓ અને હોસ્પિટલોને લગતી બાબતો, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ જેવા હાલના અને ભવિષ્યના કાયદા, હોસ્પિટલો માટે નૈતિકતાની આચારસંહિતા બનાવવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે.
અમદાવાદમાં અંદાજિત 900 સભ્યો સાથે પાંચ વર્ષ પૂર્ણ કરનાર એએચએનએજીએન નવા એસોસીએશનનમાં જોડાઇ છે. શહેરમાં કોવિડ-19 વખતે એએચએનએની મુખ્ય ભૂમિકા હતી અને તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કામ કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા એસોસીએશને ટાટા એઆઈજી અને સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા અમદાવાદની 75 હોસ્પિટલો સહિત લગભગ 300 હોસ્પિટલોને લિસ્ટની બહાર કરી દીધી છે તે મામલો અગ્રતાના ધોરણે હાથ ધરશે. આ બંને વીમા કંપનીઓએ આ હોસ્પિટલોને રજુઆતની કોઇ તક આપ્યા વિના લિસ્ટમાંથી કાઢી નાખી છે. અમે આ બંને એજન્સીઓને નોટિસ ફટકારી છે અને જો કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવે તો અમે કાનૂની આશ્રય લઈશું. અમે આ હોસ્પિટલોમાંથી દર્દીઓના ડેટા એકત્રિત કરી રહ્યા છીએ જેમને અસર થઇ છે.રાજ્યમાં હાલમાં આરોગ્ય સેવાઓમાં લગભગ 80-90 ટકા ફાળો આપતી ખાનગી ક્ષેત્રની ભૂમિકા મહત્ત્વની છે. તેથી દર્દીઓ અને વીમા એજન્સીઓ વચ્ચેના પુલની જરૂૂર છે જે દર્દીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે. આ માટે કામ કરશે તેમ જીએએચએનએના ડો. વિરેન શાહે જણાવ્યું હતું. કર્મચારીઓ અને પેરા મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા અને તાલીમ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે રાજ્ય સરકાર સાથે પણ સહયોગ કરાશે.