જી. જી. હોસ્પિટલના ઐતિહાસિક બિલ્ડિંગમાંથી વિભાગોનું સ્થળાંતર
રૂ. 500 કરોડના ખર્ચે નવી ઇમારતનું નિમાર્ણ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ
જામનગરની ઓળખ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, ગુરુ ગોબિંદસિંઘજી હોસ્પિટલ (જીજી હોસ્પિટલ), તેના એક નવા અધ્યાય તરફ આગળ વધી રહી છે. રાજાશાહી સમયમાં પઈરવિન હોસ્પિટલથ તરીકે પ્રખ્યાત અને હાલ ગુરુ ગોબિંદસિંઘ (જી.જી.જી.) હોસ્પિટલ તરીકે ઓળખાતી આ હોસ્પિટલનું મુખ્ય અને સૌથી જૂનું બિલ્ડીંગ હવે ઇતિહાસના પાનામાં સમાઈ જશે. દાયકાઓથી અસંખ્ય દર્દીઓની સેવાનું સાક્ષી બનેલી આ ઐતિહાસિક ઇમારતને તોડી પાડીને તેના સ્થાને રૂૂ. 500 કરોડથી પણ વધુના ખર્ચે એક અત્યાધુનિક અને સુવિધાસભર નવી ઇમારતનું નિર્માણ કરવાની તૈયારીઓ શરૂૂ થઇ ગઈ છે.
આ ભગીરથ કાર્યના ભાગરૂૂપે, જૂના બિલ્ડીંગને સંપૂર્ણપણે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં જ્યાં કેશબારી, ઓપીડી, એક્સ-રે વિભાગ સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગો કાર્યરત છે, તે તમામને હોસ્પિટલ પરિસરમાં જ અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીઓ અને તેમના સગાઓને કોઈ અગવડતા ન પડે, તે માટે સ્થળાંતરિત થયેલા વિભાગોની યાદી જાહેર કરવામાં આવી છે.
હોસ્પિટલ પ્રશાસને તમામ દર્દીઓ, તેમના સંબંધીઓ અને મુલાકાતીઓને નોંધ લેવા અને સહકાર આપવા અપીલ કરી છે. જેથી આ સંક્રમણકાળ સરળતાથી પસાર થઈ શકે અને ભવિષ્યમાં જામનગરને એક અત્યાધુનિક હોસ્પિટલની ભેટ મળી શકે. જૂની ઇમારતના ડિમોલિશન બાદ નવી ઇમારતનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે.
જાહેર જનતાની સુવિધા માટે સ્થળાંતરિત થયેલ વિભાગોની વિગતો
1, એ.એન.સી. સોનોગ્રાફી વિભાગ કે જે જૂની કેન્ટીન (એસ.બી.આઈ. એ.ટી.એમ. પાસે) સ્થળાંતર કરાયો છે.
2, બર્ન્સ વોર્ડ ટી.બી.સી.ડી. બિલ્ડીંગમાં પહેલો માળ અઈસોલેશન વોર્ડમાં સ્થળાંતર કરાયો છે.
3,એમ.એસ. 7 વોર્ડ ને ઓ.પી.ડી બિલ્ડીંગના પહેલા માળે - આંખ ફીમેલ વોર્ડ પાસે શિફ્ટ કરાયો છે.
4, કોબાલ્ટ ઓ.પી.ડી. ને 700 પથારી બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફલોર - રેડીયોથેરાપી વિભાગના અંદરના ભાગમાં શિફ્ટ કરાયો છે.
5,. તબીબી અધિક્ષકશ્રી ની કચેરી અને વહીવટી વિભાગ જૂની કોલેજ બિલ્ડીંગના બીજો માળે (માઈક્રોબાયોલોજી વિભાગ)માં શિફ્ટ કરાયો છે.
6,. અધિક તબીબી અધિક્ષકશ્રીની કચેરી ને 700 બેડ વાળા બિલ્ડીંગમાં કોબાલ્ટ ઓ.પી.ડી.માં - દર્દી વિષયક સેવાઓ ની બાજુમાં ટ્રાન્સફર કરાઈ છે.
7, આર.એમ.ઓ ની કચેરી ને પણ 700 પથારી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં શિફ્ટ કરાઈ છે.
8,. પ્રીઝનર કેબીન ને પણ 700 પથારી બિલ્ડીંગ ના 9માં માળે 9-એ વોર્ડ માં શિફ્ટ કરાઈ છે.
9, નર્સિંગ અધિક્ષક ની કચેરી ને જુનો પી.એમ વિભાગ, પોસ્ટ ઓફીસ સામે શિફ્ટ કરાઈ છે.
10, દર્દીઓના સગા માટે ટુ વ્હીલર પાર્કિંગ ની જગ્યા સોલેરીયમ પાસેની જગ્યા (ડીન ઓફીસના પાછળનાં ભાગ સુધીમાં) ફેરવાઈ છે.