For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીનો એ પત્ર સાચો હોવાનો FSL રિપોર્ટ

12:32 PM Jan 16, 2025 IST | Bhumika
અમરેલીનો એ પત્ર સાચો હોવાનો fsl રિપોર્ટ

કોંગ્રેસ નેતા જેનીબેન ઠુંમરના દાવાથી ખળભળાટ, રિપોર્ટ જાહેર કરવા પણ માગણી

Advertisement

અમરેલીમાં જે લેટરકાંડની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે, તેના કારણે રાજકારણ પણ ગરમાયેલું છે એ લેટરને લઈને કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે મોટો દાવો કર્યો છે. જેની ઠુમ્મરે આ પત્ર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને આ પત્રને અસલી સાબિત કરતો FSLનો રિપોર્ટ મળી ગયો હોવાનો દાવો કર્યો છે. આ દાવાથી આ પ્રકરણ આજે ફરી ચર્ચામાં આવ્યું છે. અને રાજકિય મોરચે ખળભળાટ મચી ગયો છે.જેની ઠુમ્મરે આજે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. એ પોસ્ટમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને અગાઉ વાઇરલ થયેલો અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનો બે પાનાંનો પત્ર શેર કરવામાં આવ્યો છે.

Advertisement

આ પત્રની સાથે જેની ઠુમ્મરે લખ્યું છે કે,ગુજરાત સરકારનાં આધારભૂત સૂત્રોથી મળેલ માહિતી મુજબ અમરેલીની સ્થાનિક પોલીસને નકલી પત્ર સાબિત કરેલ અસલી પત્રનો FSLનો રીપોર્ટ મળી ગયો છે.સત્વરે આ FSLનો રીપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરો જેમાં પત્ર અસલી છેનો રીપોર્ટ છે.હવે તો આખો કેસ જ નકલી સાબિત થાય તો એની જવાબદારી કોની?અત્યારે અમરેલીના આ લેટરકાંડમાં પાયલ ગોટી નામની પાટીદાર યુવતી આરોપી હોવાથી અને તેનું કથિત રીતે પોલીસે સરઘસ કાઢ્યું હોવાનો વિવાદ ગરમાયેલો છે, એવા સમયે સમગ્ર કેસની તપાસ આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે, ત્યારે હવે નકલી માનવામાં આવતો પત્ર ખરેખર અસલી છે કે નહિ? એનો જવાબ તો પોલીસ જ્યારે સત્તાવાર રીતે એફએસએલ રિપોર્ટ જાહેર કરશે ત્યારે સામે આવશે. અમરેલી આ કહેવાતા નકલી પત્ર અને નિર્દોષ યુવતીનુ સરઘસ કાઢી પોલીસ સ્ટેશનમા મારમારવાની ઘટના હવે રાજય સરકારના ગળાનુ હાડકુ બની ગઇ છે. કૌશીક વેકરિયાની જીદના કારણે ગૃહમંત્રી પણ શંકાના પરિઘમા આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement