રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

PGVCLના અધિક્ષક ઇજનેર સામે કર્મચારીઓનો મોરચો

05:34 PM Dec 26, 2023 IST | Bhumika
Advertisement

પીજીવીસીએલના અખિલ વિદ્યુત કામદાર સંઘે એમ.ડી.ને આવેદન આપી હાલ પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર કે.બી. શાહ કંપનીના નીતિ-નિયમ વિરુદ્ધ એક તરફી કાર્યવાહી કરી કર્મચારીની કારકિર્દી ખતમ કરવા તથા કર્મચારીમાં પોતાની ધાક કાયમ રાખવા માટેની મનસ્વી વૃતિ રાખે છે તથા રાજકોટ શહેર વર્તુળ કચેરીનું વાતાવરણ ખરાબ કરવામાં આવે છે તેવી રજુઆત કરી હતી.

Advertisement

આવેદનમાં જણાવેલ છે કે કે.બી.શાહ દ્વારા કર્મચારીઓને વારંવાર હેરાન કરવા, કર્મચારીઓ વિરુદ્ધ ખોટા તેમજ એકતરફી કાર્યવાહીરૂૂપ પગલા લેવા, કર્મચારીઓની રજૂઆત સાંભળવી નહિ તેમજ અખિલ, ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિઓ દ્વારા આ બાબતની રજૂઆત કરતા પ્રતિનિધિઓને સાંભળતા નથી અને અપમાનજનક ભાષામાં જ વાત કરે છે.

શ્રીમતી હેમાદ્રી જોશી, જુની.આસી. આજી-1 પે.વી. કચેરીના કર્મચારી સાથે એક તરફી કાર્યવાહી કરી વારંવાર શિક્ષાત્મક પગલાઓના પત્રો આપી તથા તેમના જવાબો એકતરફી રીતે માન્ય ન રાખીને તેમના ઉપર ખાતાકીય પગલા લઇ તેમની સામાજિક અને આર્થિક રીતે પણ કારકિર્દી ખતમ કરીકરવાનું વલણ રાખેલ છે.

શ્રીમતી ધારાબેન જોશી તથા એ.ડી.પંડયા બંને જૂની.આસી હોય, વર્ગ-3 ના કર્મચારી હોય જેની બદલી કંપનીના નિયમ મુજબ સર્કલ બહાર એટલે કે સીનીયોરીટી બહાર બદલી કરી શકાતી નથી તેમ છતાં એસ.ઈ. દ્વારા તેમનો અહમ સંતોષવા સતાનો દુરુપયોગ કરીને કોર્પોરેટ ઓફિસને સર્કલ બહાર બદલી કરવાની દરખાસ્ત મોકલી છે.

વી.એ. લીંબાચિયા, નાયબ અધિક્ષક માધાપર સ.ડી. દ્વારા કરેલ લેખિત ફરિયાદ અંગે કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર તેમના વિરુધ્ધ બિન જરૂૂરી ખાતાકીય પગલા લઇ તેમની કારકિર્દી ખતમ કરી તેમનું સામાજિક જીવન જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી કરેલ છે. જીતેશ સંધવી (દિવ્યાંગ) સીની.આસી. ઉપર નિયમ વિરુદ્ધ તેમજ અયોગ્ય ખાતાકીય પગલા લઇ તેમની વિરુધ્ધ ધાર પુરાવા ઉભા કરી તેમની નોકરી જોખમાય તેવા પ્રયત્ન કરેલ છે. એલસીસી મીટીંગમાં રજૂઆત હોવા છતાં, રાજકોટ શહેર વર્તુળ કચેરી ખાતે જુનીયરથી સીનીયર આસી.ના પ્રમોશન કંપનીના નિયમ મુજબ સમયસર આપવાના બદલે આજદિન સુધી અટકાવી અને કર્મચારીઓને આર્થિક નુકશાન કરવાની પરિસ્થિતિ તેમજ કારકિર્દી સાથે ચેડા કરેલ છે. ઉપરોક્ત મુદ્દાઓ અંગે રજૂઆત સંઘ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક કરવા છતાં આજદિન સુધી યોગ્ય નિકાલ કરવામાં આવેલ નથી. જે તે અધિકારીનું યુનિયન અને ક્રર્મચારીઓ પ્રત્યે અતિ ભેદભાવ ભરેલ અને તુચ્છ વલણ હોવાનું સાબિત કરે છે. આમ, સદર બાબતે આપ દ્વારા કંપનીના નિયમનો ભંગ ના થાય તે માટે યોગ્ય પગલા તાત્કાલિક લેવા અન્યથા સંઘ દ્વારા ન છૂટકે આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું આવેદનપત્રમાં જણાવેલ છે.

Tags :
gujaratgujarat newsPGVCL officerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement