For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવેથી શહેરની 151 સ્માર્ટ સોસાયટીઓને બમણી સફાઇલક્ષી ગ્રાન્ટ ફાળવાશે

04:05 PM Aug 13, 2024 IST | admin
હવેથી શહેરની 151 સ્માર્ટ સોસાયટીઓને બમણી સફાઇલક્ષી ગ્રાન્ટ ફાળવાશે

બજેટમાં સૂચવેલ સ્માર્ટ સોસા.ઓને સફાઇલક્ષી ગ્રાન્ટમાં વધારો કરવાનું મંજૂર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટે કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત માસ દરમ્યાન તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી. જે બજેટમાં તમામ સીટી એન્જીનીયર, આસી. કમિશનર, લાયબ્રેરીયન, મેનેજરઓ (તમામ), ગાર્ડન ડાયરેકટર, આરોગ્ય અધિકારી, તથા પર્યાવરણ ઇજનેર સહિતના અધિકારીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.

બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવેલ નવી જોગવાઇઓ, યોજના અને સુચવેલ કામો બાબતની અમલવારી અંગેની સમિક્ષા દરમ્યાન જે તે કામો ઝડપથી હાથ પર લઇ સત્વરે અમલીકરણ શરૂૂ કરાવવા ચેરમેન જયમીન ઠાકરે લગત અધિકારીઓને ભાર પુર્વક જણાવેલ.

Advertisement

સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકર એ વિશેષમા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં મંજૂર થયેલ મહત્વની જાહેરાતો પૈકી રાજકોટ શહેરમાં આવેલ જુદી જુદી સ્માર્ટ સોસાયટીને હાલ ફાળવવામાં આવતી સફાઇલક્ષી ગ્રાન્ટમાં વધારો કરી બમણી ગ્રાંટ ફાળવવા બાબત સને 2024-25માં બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે, તેના અમલીકરણની વહિવટી પ્રક્રિયાના ભાગરૂૂપે તે અંગેની દરખાસ્તને આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મળેલ મિટીંગમા મંજુરી આપવામા આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુલ 151 સ્માર્ટ સોસાયટી આવેલ છે, જેઓને હાલ દર મહીને પ્રતિ ચો.મી. ₹1.50/- લેખે કુલ મળી ₹12,60,417/- ની સફાઈ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, જે મુજબ કુલ મળી વાર્ષિક ₹1,51,25,004/- સફાઈ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં વધારો થતા હવે પછી દર મહીને પ્રતિ ચો.મી. ₹3.00/- લેખે 151 સ્માર્ટ સોસાયટીને દર મહીને કુલ મળી ₹25,20,834/- સફાઈ ગ્રાન્ટ ચૂકવામાં આવશે, જેના માટે મહાનગરપાલિકાને કુલ ₹3,02,50,008/- નું વાર્ષિક ખર્ચ થશે.

Advertisement
Advertisement
Advertisement