For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PMJAY અંતર્ગત તા.26થી29 ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ

12:39 PM Feb 21, 2024 IST | Bhumika
pmjay અંતર્ગત તા 26થી29 ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ

પીએમજેવાય યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં ગંભીર બિમારીની સારવાર કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ સારવારના પૈસા નહીં અપાતા ખાનગી હોસ્5િટલો દ્વારા મોરચો માંડ્યો અને આગામી તા.26થી 29 ફેબ્રુઆરી સુધી યોજનાના લાભાર્થીઓને સારવાર નહીં આપવાનું એલાન કરવામાં આવ્યું છે જેથી રાજ્યભરના લાભાર્થીઓમાં દોડધામ મચી ગઇ છે.

Advertisement

ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલો 26થી 29 ફેબ્રુઆરી સુધી પીએમ-જેએવાયના લાભાર્થીઓને સારવાર નહિ આપે, માત્ર

ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. ખાનગી હોસ્પિટલોના કરોડો રૂપિયાના પીએમજેએવાય યોજનાના બિલોની રકમ બાકી હોવાથી આર્થિક સંકટ અનુભવતી હોસ્પિટલોએ આ નિર્ણય જાહેર કર્યો છે.
પીએમજેએવાય એમ્પેનલ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિયેશન ઓફ ગુજરાતના તબીબોએ આ એલાન આપવાની સાથે કહ્યું છે કે, શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને માઠી અસર થવાની શક્યતા છે. તેમણે જલદી નાણાંની ચુકવણી થાય તે માટે સરકાર સમક્ષ માગણી કરી છે.

Advertisement

ગુજરાતની ખાનગી હોસ્પિટલોનું મા યોજનામાં 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી છે, આ સિવાય અન્ય 500 કરોડનું પેમેન્ટ બાકી છે, એસોસિયેશને જાહેરમાં માગણી કરી એ પછી સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું પેમેન્ટ રિલીઝ કર્યું છે, જે મજાકરૂૂપ છે, હકીકતમાં આ પેમેન્ટ હોસ્પિટલો ચલાવવા પૂરતું નથી, સરકારની લોકપ્રિય યોજનામાં સેવા આપતી હોસ્પિટલો બાકી પેમેન્ટના કારણે પોતે જ વેન્ટિલેટર પર આવી જાય તેમ છે. બજાજ ઈન્સ્યોરસન્સ કંપની દ્વારા હોસ્પિટલોના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂૂરી કનડગતો હજુ પણ ચાલુ છે. પીએમજેએ યોજનાના અધિકારીઓ અને સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાંય કોઈ પરિણામ આવ્યું નથી, જેના કારણે નાછુટકે 26થી 29 ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે પીએમજેએવાય યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે.

આ નિર્ણયના કારણે ડાયાલિસિસ, કાર્ડિયાક તકલીફ અને ઓર્થોપેડિકને લગતા કેસોમાં વધુ પ્રમાણમાં દર્દીઓને હાલાકી થશે. 300 જેટલી હોસ્પિટલોએ ચાર દિવસ સેવા બંધ રાખવાના નિર્ણય મામલે લેખિત સંમતિ આપી હોવાનું એસોસિયેશનના તબીબો જણાવી રહ્યા છે.આ સિવાય અન્ય હોસ્પિટલો પણ જોડાય તેવો વર્તારો છે. દર્દીઓને નાછુટકે સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડશે. એસોસિશનના તબીબોએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને હોસ્પિટલોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement