રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વરસાદના નવા રાઉન્ડથી ગુજરાતના 113 ડેમ સંપૂર્ણ ભરાયા, 158 હાઇએલર્ટ

04:23 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વરસાદના નવા રાઉન્ડના પરિણામે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. તેમજ 66 ડેમમાં 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 8 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 5 ડેમમાં 25 ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, 12 ડેમ એલર્ટ અને 9 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,30,327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5,18,109 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 92 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

ગુજરાતના અનેક જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદ વરસતા રાજકોટનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખુલ્લા કરાયા છે. ડેમમાં પાણીની આવક પ્રતિ કલાક 36687 ક્યુસેક છે જેની સાથે ડેમમાં પાણીની જાવક પ્રતિ કલાક 36687 ક્યુસેક રહી છે. હાલમાં ભાદર ડેમના પુલ ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે.

નવસારીની પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે.પૂર્ણા નદીમાં 4 કલાકમાં 5 ફૂટ જળસપાટી વધી છે. ભારે વરસાદને લઈ પૂર્ણા નદીમાં પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ભાવનગર પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂૂ થઇ છે. હાલ શેત્રુંજી ડેમમાં ધસમસતા પ્રવાહની આવક શરૂૂ થવા પામી છે. જેમાં શેત્રુંજી ડેમમાં હાલ 16232 ક્યુસેક પાણીની આવક શરૂૂ થઇ છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 29 ફૂટ 8 ઇંચ પહોંચી છે.

Tags :
dam high alertdamsgujaratgujarat newsrain
Advertisement
Next Article
Advertisement