રક્ષાબંધને બહેનોને સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિતસિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરતા જણાવે છે કે, ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે.
આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે અને ભાઇ બહેનને ભેટ આપે છે.
રાજકોટ મહાનગરપાલિકાહસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકાદ્વારા દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલ તા.09/08ને શનિવારના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.
જયારે પુરુષો/ભાઈઓએ મુસાફરી દરમ્યાન રાબેતામુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિ:શુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને ખાસઅપીલ કરવામાં આવે છે અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે.