For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મળતિયાઓને સાચવવા ફટાકડાના સ્ટોલની મફતના ભાવે ખેરાત

05:04 PM Oct 07, 2025 IST | Bhumika
મળતિયાઓને સાચવવા ફટાકડાના સ્ટોલની મફતના ભાવે ખેરાત

15ડ15ના ગાળાની હરાજી કરી બાકીની જગ્યા પણ પૂરા ભાવથી આપવાની અધિકારીઓની દરખાસ્ત શાસકોએ ફગાવી ફરી વખત મનમાની કરી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત વધારાવા માટે અધિકારીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સંકલન અને શાસકપક્ષની મનમાનીના કારણે અધિકારીઓએ કરેલા નિર્ણયો પરત કરી મનપાને આવકમાં ગાબડું પાડવાનો પ્રયાસ અનેક વખત થયો છે. જેમાં આ વખતે પણ ફટાકડાના સ્ટોલની જગ્યા ભાડે આપવામાં અધિકારીઓ દ્વારા મફતમાં અપાતી વધારાની જગ્યાનું પણ પુરતુ ભાડું વસુલવામાં આવે તેવી રજુઆત કરવામાં આવેલ જેનો નિર્ણય લેવામાં લાંબો સમય કાઢયા બાદ ગઇકાલે ફટાકડાના સ્ટોલ માટેની જગ્યાની જાહેર હરાજી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ સૂચવેલ વધારાની આવકનો છેદ ઉડાડી ફરી વખત લાગવગીયાઓ અને મળતીયાઓને લાભ થાય તેવો નિર્ણય લેવાતા મનપાની આવકમાં થનાર વધારો હવે જોવા નહીં મળે અને અધિકારીઓએ કરેલ મહેનત પાણીમાં જતા તેઓનું મોરલ તૂટી ગયું છે. મહાનગરપાલિકાની તીજોરી ભરવા માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના ઉધામાઓ કરવામાં આવી રહ્યા છે અને આવક વધારા માટે પણ નવા આવકના સ્ત્રોત વધારવાનો પ્રયાસ અધિકારીઓ દ્વારા થઇ રહ્યો છે. છતાં અનેક કામોમાં રાજકીય વિધ્ન આવતા આવકમાં વધારો થતો નથી.

જેમાં ફરી વખત મહાનગરપાલિકાના ખાલી પ્લોટ ફટાકડા સ્ટલો માટે આપવા હરરાજી યોજવાનો ટાઇમ નજીક આવી જતા છતા શાસકો દ્વારા આવક વધારવાનો પ્રસ્તાવ મંજૂર કરવાના બદલે જૂની આવક ચાલુ રાખવાનો હઠાગ્રહ કરી મંજૂરી માટે મુકવામા આવેલ ફાઇલને મોડેમોડે મંજુરી આપી ગઇકાલે જૂના નિયમ મુજબ હરાજીની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાની માલિકીના નાના મવા સર્કલ સહિતના પ્લોટ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.

Advertisement

તમામ પ્લોટ અપસેટ પ્રાઇઝ સાથે હરરાજી કરવાની હોય જાહેરાત કરવાની મંજૂરી માંગવામાં આવી છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી શાસકપક્ષ અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજ સુધી મંજૂરી ન અપાતા એસ્ટેટ વિભાગને આશ્ર્ચર્ય થયું છે.સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે 15ડ15 ચોરસ મીટરના ગાળા તૈયાર કરી તેની અપસેટ પ્રાઇઝ મુજબ હરરાજી યોજવામાં આવે છે. ત્યારબાદ આ ગાળા ભાડે રાખનાર આસીમોઓ દ્વારા વધારાની જગ્યાના અપસેટ પ્રાઇઝની અડધી કિંમતના પૈસા મનપાને ચૂકવવામાં આવે છે.

પરંતુ આ વર્ષે અધિકારીઓએ નક્કી કરેલ કે, હરરાજીમાં મળતી પૂરા ભાવની જગ્યા કરતા અડધા ભાવથી મળતી જગ્યા વધુ મળે છે. જેના લીધે હરરાજીમાં અનેક વેપારીઓ ઉચ્ચીબોલી બોલતા નથી. આથી વધારાની જગ્યા પણ હરરાજીમાં બોલાયેલ ભાવ મુજબ આપવામાં આવે તો મહાનગરપાલિકાને ડબલ આવક થઇ શકે તેમ છે અને આ મુજબની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે મોકલવામાં આવી હતી. જેમાં વધારાનું સૂચનો અમાન્ય રાખી ગત વર્ષની માફક હરાજીમાં મળેલ પ્લોટ સિવાયની જગ્યા અડધા ભાવથી આપવામાં આવે એવો નિર્ણય લઇ જાહેરાત કરી દેવાતા મળતીયાઓને આ વખતે પણ બખા થઇ પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement