અર્બન ફોરેસ્ટ રામવનમાં કાલે નિ:શુલ્ક પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.15માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
આવતીકાલ તા.06-04-2025ના રોજ રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિ:શુલ્કની પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહીતના આકર્ષણો દર્શાવતું રામવનનું નિર્માણ કરવામાં આવેલ છે. ભગવાનશ્રી રામના જીવનચરિત્રના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે તેમજ ભગવાન શ્રીરામ પ્રત્યેના ભક્તિભાવથી અવગત કરવાના ઉમદા હેતુથી રામનવમીના દિવસે અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ વય જૂથના મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
અર્બન ફોરેસ્ટ(રામવન)ની મુલાકાત લઇને નાગરીકો મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્ર પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની તા.06-04-2025, રવિવારના રોજ રામનવમીના પવિત્ર દિવસે મુલાકાત માટે તમામ મુલાકાતીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
-----------