રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં કાલે વિનામૂલ્યે પ્રવેશ

06:24 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મહાનગરપાલિકા દ્વારા આવતી કાલે વિશ્ર્વ પ્રાણી દિવસ નિમિતે પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે તમામ મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઝુના નિયત સમય મુજબ આવતા તમામ મુલાકાતીઓ વિનામુલ્યે પ્રદ્યુમન પાર્કની મુલાકાત લઈ શકશે. તેમ પદાધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ છે.

રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે 02 ઓક્ટો. થી 08 ઓક્ટો દરમિયાન ઝૂ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન તમામ શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. ઉપરાંત, વન્યપ્રાણીઓ અંગે વધુ ને વધુ લોકજાગૃતિ કેળવાય તે માટે 04-ઓક્ટો-2024નાં રોજ વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે તમામ મુલાકાતીઓને પ્રાણીસંગ્રહાલય ખાતે નિ:શુલ્ક પ્રવેશ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ:2024-25નાં બજેટમાં નિર્ણય કરવામાં આવેલ હતો. જેના અનુસંધાનમાં આવતીકાલ તા.04/10/2024, શુક્રવારના રોજ વન્ય પ્રાણી દિવસ નિમિતે પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

Tags :
gujaratgujarat newsPradyuman Park Zoorajkotrajkot news
Advertisement
Next Article
Advertisement