For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બુઝુર્ગો, દિવ્યાંગ, થેલેસેમિયાગ્રસ્તો અને બાળ ડાયાબિટીસગ્રસ્તોને બસમાં મફત મુસાફરી

05:34 PM Feb 09, 2024 IST | Bhumika
બુઝુર્ગો  દિવ્યાંગ  થેલેસેમિયાગ્રસ્તો અને બાળ ડાયાબિટીસગ્રસ્તોને બસમાં મફત મુસાફરી

મનપાના ફાઈનલ બજેટમાં આજરોજ શહેરીજનો માટે વિકાસના કામો ઉપરાંત ખાસ કરીને બુઝુર્ગો, દિવ્યાંગ અને થેલેસેમિયા ગ્રસ્ત તેમજ બાળ ડાયાબીટીસગ્રસ્ત માટે સીટીબસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી તથા લાઈબ્રેરીમાં પણ સભ્યફી માફ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થયેલ બજેટમાં અનેક નવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સીનીયર સીટીઝન દિવ્યાગો, થેલેસેમિયા ગ્રસ્ત, જુવેનાઈલ ડાયાબીટીસ ગ્રસ્તને લાઈબ્રેરીમાં સભ્યપદ ફી માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે સીટીબસ સેવા અને બીઆરટીએસ બસ સેવામાં ફ્રીમાં મુસાફરીનો લાભ આપાવમાં આવશે.

Advertisement

આ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, 65 વર્ષથી વધુ ઉંમરના દરેક સીનીયર સીટીઝનને લાઈબ્રેરીમાં પુસ્તક લેતા સમયે ફક્ત ડિપોઝીટ ભરવાની રહેશે. અને પુસ્તક પરત કરતી વખતે ડિપોઝીટ પરત મળવાપાત્ર છે કોઈ જાતની ફી લેવામાં આવશે નહીં તેવી જ રીતે લેઈટ પેનલ્ટી પણ વસુલવામાં નહીં આવે. પુસ્તકાલયમાં સીનીયર સીટીઝનની સાથો સાથ દિવ્યાંગો અને થેલેસેમિયા ગ્રસ્ત તેમજ બાળ ડાયાબીટીસના દર્દીઓને પણ લાભ મળશે જ્યારે સીટીબસ સેવામાં આજ રીતે દિવ્યાંગો અને 65 વર્ષથી વધુ ઉંમરની દરેક વૃધ્ધ વ્યક્તિને ફ્રી મુસાફરીનો લાભ મળવા પાત્ર છે. તેવી જ રીતે દિવ્યાંગો થેલેસેમિયા ગ્રસ્ત અને બાળ ડાયાબીટીસ ગ્રસ્તોને પણ સીટીબસ સેવા તેમજ બીઆરટીએસ બસ સેવામાં ફ્રી મુસાફરીનો લાભ મળશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement