ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાધિકા રેસિડેન્સીમાં બહેનના સમાધાન માટે ગયેલા ભાઇ ઉપર સાસુનો ધોકાથી હુમલો

04:20 PM Aug 20, 2024 IST | admin
Advertisement

શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા મહીકા ગામના પાટીયા પાસે રાધિકા રેસીડેન્સીમાં બેનના સમાધાન માટે ગયેલા ભાઈ ઉપર સાસુએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

મહીકા ગામના પાટીયા પાસે આવેલી રાધિકા રેસીડેન્સીમાં રહેતા સતિષ બાબુભાઈ ગમારા નામનો 20 વર્ષનો યુવાન ગંજીવાડામાં હતો ત્યારે સાસુ લાભુબેને ધોકા વડે માર માર્યો હતો યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સતીશ ગમારા અને તેની બેન કાજલબેનના સામસામા લગ્ન કર્યા છે. અને બહેનના ઝગડાના સમાધાન માટે સતીશ ગમારા અને તેની માતા મોતીબેન ગંજીવાડામાં કાજલના ઘરે ગયા હતા ત્યારે સાસુ લાભુબેન ધોકા વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકાનગરમાં રહેતી કશિશબેન ગૌરવભાઈ રાઠોડ નામની પરિણીતાએ કોઈ અગમ્ય કરણસર બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. જ્યારે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જયદીપ જયસુખભાઈ ચાવડા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લીધું હતું અને નાણાવટી ચોક પાસે આવેલા લક્ષ્મીનગરમાં રહેતા અજય રમેશભાઈ રંગપરા નામના 23 વર્ષના યુવાને ઝેરી દવા પી લીધી હતી. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Tags :
attactgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement