ક્ધસ્ટ્રકશન કંપનીમાં રોકાણના નામે રૂા.5.94 લાખની ઠગાઇ
નાણાની માગણી કરતા આરોપીઓએ અલગ-અલગ બહાના કાઢયા: છેતરપિંડીનો ગુનો નોંધાયો
રાજકોટમાં આદર્શ સોસાયટીમાં રહેતા વણિક દંપતી સાથે મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા બે ગઠિયાએ ક્ધસ્ટ્રક્શન કંપનીમાં રોકાણના નામે રૂૂ.5.94 લાખની ઠગાઈ કર્યા અંગેની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી વિગતો મુજબ,આદર્શ સોસાયટી શેરી નંબર 3 અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા મોનાબેન રાજેશભાઈ શાહ(ઉ.વ.53) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના નાસિકના વતની અને કારડા ક્ધસ્ટ્રક્શન લિમિટેડના સંચાલક નરેશ કારડા તથા નાસિકમાં જ રહેતા હિતેશ બી. પારેખના નામ આપ્યા હતા.મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે તથા તેમના પતિ રાજેશભાઈ શાહ શેરબજાર તથા ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કામકાજ કરે છે.ધાર્મિક કાર્ય સબબ તેઓને વિવિધ સ્થળે જવાનું થતું હોય જે દરમિયાન તેમનો પરિચય મહારાષ્ટ્રના દેઓલાલીના વતની હિતેશ પારેખ સાથે થયો હતો.બાદમાં ગત તા.1/9/2019 ના હિતેશ ફરિયાદીના ઘરે આવ્યો હતો અને તેણે વાત કરી હતી કે હું નાશિકમાં કારડા ક્ધસ્ટ્રકશન લિમિટેડ કંપનીથી પરિચિત છું.
આ ક્ધસ્ટ્રક્શન કંપનીનો તમામ ધંધો કાયદેસરનો તથા બુક ઓફ એકાઉન્ટ મુજબ ચાલે છે હું કંપનીને ઇન્વેસ્ટરો ગોતી આપવાનું કામકાજ કરૂૂ છું જેના બદલામાં મને કમીશન આપે છે તમારી કાયદેસરની મૂડી બેંકમાં કે અન્યત્ર રોકાણ કરો છો તેના કરતા કંપનીમાં રોકાણ કરશો તો સારૂૂ એવું વ્યાજ ચૂકવશે અને તમે ઈચ્છો તો બે વર્ષ બાદ મુદલ પણ કંપની પરત આપી દેશે આવી વાત કરી હતી. જેથી આ હિતેશ પારેખની વાત પર વિશ્વાસ આવી જતા દંપતીએ કરડા ક્ધટ્રક્શન કંપનીના ચેરમેન નરેશ કરડાને મળવા રાજી થતાં હિતેશે તેની સાથે વાત કરાવી હતી.
બાદમાં આ બંને આરોપીઓની વાતમાં આવી જઈ દંપતીએ કરડા ક્ધટ્રક્શનમાં રૂૂ.5 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. હિતેશ પારેખે ગત તા.1/ 9/ 2019 ના અહીં દંપતીના ઘરે આવી રૂૂ.5 લાખનો ચેક લઈ ગયો હતો. ત્યારબાદ એક વર્ષે ઇન્વેસ્ટમેન્ટની રકમ પર ટીડીએસ બાદ કરી બાકીની રકમ રૂૂપિયા 94,500 વ્યાજ પેટે ફરિયાદીને ચેક દ્વારા મોકલી આપી હતી.બાદમાં ફરિયાદીને મુદલ રકમની જરૂૂરિયાત હોય તેઓએ આપેલા બંને ચેક વટાવવા માટે બેંકમાં રજૂ કરતા એકાઉન્ટ ક્લોઝ અને અપૂરતા ભંડોળના શેરા સાથે બંને ચેક રિટર્ન થયા હતા.બાદમાં અલગ અલગ બહાના કાઢી આધારે પ્ર.નગર પોલીસે બંને આરોપીઓ સામે છેતરપીંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.