કનસુમરાની મહિલા સાથે રૂપિયા 46 લાખની છેતરપિંડી: પિતા-પુત્ર સામે ફરિયાદ
ભાઈને જમીન આપી દીધી છતાં મહિલાને 46 લાખમાં ફરી જમીન વેચી મારવાનું કારસ્તાન
જામનગર તાલુકાના દોઢીયા ગામની જમીનનો પોતાના ભાઈના નામે દસ્તાવેજ કરી આપ્યો હોવા છતાં પણ અન્ય બે વ્યક્તિઓને આ જમીન વેચાણ કરી પૈસા મેળવી લઈ છેતરપિંડી કરવા અંગે જામનગરના પિતા પુત્ર સામે એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
છેતરપિંડીના આ બનાવ અંગેની વિગત એવી છે કે જામનગર તાલુકાના કનસુમરા ગામમાં રહેતા નઝમાબેન ઈકબાલભાઈ ખીરા એ પોતાની સાથે રૂૂપિયા 46 લાખ 10 હજાર ની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા દિનેશ લવજીભાઈ મુંગરા અને કેવલ દિનેશભાઈ મૂંગરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી દિનેશભાઇ લવજીભાઇ મુંગરા એ તેમના ભાઇ પરેશભાઇ લવજીભાઇ મુંગરા ને પોતાની ખેતીની જમીનનો અગાઉ વેચાણ દસ્તાવેજ કરી આપેલો હતો, જેમાં આરોપી કેવલભાઇ દિનેશભાઇ મુંગરાએ અવેજ ની રકમ ચુકવી આપેલ હોવા અંગેનુ સોગંદનામુ જાણવા છતાં કરી આપ્યું હતું, અને આરોપી દિનેશભાઇ લવજીભાઇ મુંગરા એ ફરીયાદી નઝમાબેન ને દોઢીયા ગામના નવા રે.સ.નં-250 1-42-60ના ક્ષેત્રફળ વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આરોપી કેવલભાઇ મુંગરા જાણવા છતા સાક્ષી તરીકે સહી કરી આપી ફરી.પાસેથી રૂૂ. 47,10,000 ની રકમ મેળવી પાછળ થી અગાઉ દસ્તાવેજ કરેલ હોવા અંગેની વાંધા અરજી કરી હતી.
બાદમા આરોપી દિનેશભાઇએ તેમની વાંધા અરજી પરત ખેંચી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. તેમજ અન્ય એક વ્યક્તિ નાથુભાઇ ખીમજીભાઇ રાઠોડ સાથે પણ વેચાણ કરાર કરી રૂૂ. 13,01,000(તેર લાખ એક હજાર)ની વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.
આરોપી દિનેશભાઇ મુંગરા તથા તેના પુત્ર કેવલભાઇ દિનેશભાઇ મુંગરા એ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો આચારતાં બંને સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેની તપાસ સિક્કા ના પોલીસ સબ.ઇન્સ. આર. એચ. બાર અને તેમની ટિમ ચલાવી રહ્યા છે.