For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રાઇમ બ્રાન્ચ અને જેલ કર્મચારીની ઓળખ આપી વૃદ્ધ સાથે રૂા.4 લાખની છેતરપિંડી

04:32 PM Sep 12, 2024 IST | admin
ક્રાઇમ બ્રાન્ચ અને જેલ કર્મચારીની ઓળખ આપી વૃદ્ધ સાથે રૂા 4 લાખની છેતરપિંડી

ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા પુત્રને પીધેલી હાલતમાં પકડ્યો છે તેના સેટિંગના પાંચ લાખ માંગ્યા હતા

Advertisement

રૈયાચોકડી પાસેના યોગીનગર શેરી નં 1માં રહેતા પ્રફુલભાઈ આણંદજીભાઈ કકકડ (ઉ.વ.72) નામના વૃધ્ધને ભાવનગરના ગુજસીટોકના ગુનામાં પાંચ મહિનાથી રાજકોટ જેલમાં રહેલા તેના પુત્રને ગાંધીનગર સ્કવોર્ડે પીધેલ પકડયો છે તેમ કહી ક્રાઈમ બ્રાન્ચ તથા સેન્ટ્રલ જેલના કર્મચારીની ઓળખ આપી ગઠિયાઓએ રૂ.4 લાખ પડાવી લઈ છેતરપીંડી કરી હોવાની યુનિ.પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રફુલભાઈને ગત.તા.13/7ના અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો અને કહ્યું કે,રાજકોટ સેન્ટ્રલ જેલમાં નોકરી કરૂ છું.તમારા પુત્રને ગાંધીનગર સ્કવોર્ડે જેલમાં પીધેલ હાલતમાં પકડી લીધેલ છે. અને સેટીંગના પાંચ લાખ માંગે છે.જેથી આટલા રૂપિયા ન હોવાની વૃધ્ધે સામે કહેતા છેલ્લે રૂ.1 લાખ આપવા પડશે નહીંતર તમારા પુત્રને મારશે અને બન્નેને બીજા કેસમાં ફીટ કરી જેલ બદલી કરી નાખશે તેવી ધમકી આપી હતી.

Advertisement

આ અંગે વૃધ્ધે તેના મિત્રને કહી પૈસા ટ્રાન્ફર કર્યા હતા.બાદ ગત.તા.20/7ના પોપટપરા સેન્ટ્રલ જેલની ઓળખ આપી બાકી રહેલા પૈસાની માંગણી કરી હતી.જેથી વૃધ્ધે ફરી તેના મિત્રને કહી પૈસા આપ્યા હતા.અને ગત.તા.2/8ના જેલમાં રહેલા પુત્ર સાથે મુલાકાત કરેલ ત્યારે આ બાબતની વાત કરતાં તેની સાથે આવું કાંઈ જ નહીં થયાની વાત કરતા વૃધ્ધાને સત્ય હકીકતની જાણ થતાં યુનિ.પોલીસમાં તેઓની સાથે રૂ.4 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement