રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફોક્સકોનના ગુજરાતમાં રોકાણની ‘ચૂંટણીવાળી’ હવા ગાયબ, દક્ષિણના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી પ્લાન્ટ ખેંચવા લાઇનમાં

11:18 AM Aug 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અઠવાડિયા પહેલાં વડાપ્રધાન મોદીને મળી ફોકસકોન વડા યંગ લિયુએ રોકાણની કરેલી જાહેરાતમાંથી ગુજરાત-મહારાષ્ટ્ર ગાયબ, ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાના ખઘઞ હવાહવાઇ

‘મોસાળે જમણ અને મા બીજાને પીરશે?’

એપલના આઇફોન બનાવતી કોન્ટ્રાકટ મેન્યુફેકચરીંગ કંપની ફોકસકોન ગુજરાતમાં વેદાંતા ગ્રુપ સાથે જોઇન્ટ વેન્ચરમાં ચીપ મેન્યુફેકચરીંગ કંપની સ્થાપીને મોટા પાયે રોકાણ કરશે તેવા મલ્ટી બીલીયન ડોલરના એમઓયુ થયા હતા. પરંતુ 2023માં વેદાંતા ગ્રુપ સાથે ફોકસકોન કંપનીએ જોઇન્ટ વેન્ચરનો છેડો ફાડી નાખતા ગુજરાત સરકારને સેમી ક્ધડેકટર પોલીસી હોવા છતાં મોટો ફટકો પડયો હતો. હવે ફરીથી ફોકસકોનના સીઇઓ અને ચેરમેન યંગ લિયુએ ભારતમાં મોટા રોકાણની યોજનાઓ વિશે વડાપ્રધાન મોદીને મળીને ચર્ચાઓ કરી હતી. પરંતુ આ વખતે પનોતા ગુજરાતનો કયાંય ઉલ્લેખ જોવા મળ્યો નથી.

વિશ્ર્વભરમાં એપલના આઇફોનની બોલબાલા છે ત્યારે આઇફોન બનાવતી કંપની ફોકસકોન માટે ભારત સરકારે અગાઉથી જ લાલ ઝાઝમ બીછાવી રાખી હતી. હાલમાં ચેન્નાઇની ફોકસકોન પ્લાન્ટમાં આઇફોનનું ઉત્પાદન કરવામાં આવે છે. સતત વધતી માંગને કારણે ફોકસકોન કંપની મોટા પાયે વિસ્તરણની યોજનાઓ ધરાવે છે. ઇલેકટ્રોનીકસ ઉપરાંત આ કંપની ઇલેકટ્રીક વાહનો અને ઇલેકટ્રોનીક ઘટકો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે ત્યારે સ્વાતંત્રય પર્વના એક દિવસ અગાઉ ફોકસકોનના વડા યંગ લિયુ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે સંકેત આપ્યો હતો કે ફોકસકોન મુખ્ય ચાર દક્ષીણના રાજયોમાં મોટા પાયે રોકાણ કરીને વિસ્તરણ કરવાની યોજના કરી રહી છે. આ ચાર રાજયોમાં કર્ણાટક, તમીલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગણાનો સમાવેશ થાય છે.
દક્ષિણના ચાર રાજયોમાં ફોકસકોન અત્યાર સુધીમાં લગભગ 10 બીલીયન ડોલરનું રોકાણ કરી ચુકી છે. હજી વધુ રોકાણ માટે કંપની આક્રમક રીતે આગળ વધી રહી છે. કંપનીના વડાએ છેલ્લા અઠવાડીયામાં વડાપ્રધાન મોદી ઉપરાંત વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કર્ણાટકનું મુખ્યપ્રધાન સિધ્ધા રમૈયા, તેલંગણાના એ.રેવન્ત રેડ્ડી અને તામીલનાડુના વડાપ્રધાન એમ.કે. સ્ટાલીનને મળ્યા હતા. આ ત્રણેય રાજયોમાંથી બે રાજયોમાં કોંગ્રેસની અને એક રાજયમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની ઇન્ડીયા બ્લોકની સરકાર છે.

વિકસીત ગુજરાત કે મહારાષ્ટ્રનો ફોકસકોન કંપની દ્વારા વધુ રોકાણ માટે સમાવેશ ન કરાતા એકસપર્ટ લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે. ગુજરાત સરકાર દ્વારા દેશમાં સૌથી પહેલા સેમી ક્ધડકટર પોલીસી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં ધોલેરા અને સાણંદ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન પણ આવેલો છે. ગુજરાતમાં ફોકસકોન અને વેદાંતા જુથ દ્વારા એમઓયુ કરીને ચિપ ઉત્પાદન કરવા માટે યુનિટ સ્થાપવાની હવા ઉડી ગયા બાદ સરકાર પણ ફોકસકોનના જંગી રોકાણને આકર્ષવા માટે પ્રયત્ન ન કરતી હોય તેવું લાગી રહ્યું છે.

Tags :
Chief Minister'selectoral' investmentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement