ખેડા હાઈવે ઉપર કાર પલટી ખાતા બાલાસિનોરના ચાર યુવકોનાં મોત
ખેડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર રાત્રિ દરમિયાન ગાય આવી જતા કાર ચાલકે સ્ટિયરિંગ પથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલ્ટી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો બાલાસિનોરના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
સમગ્ર ઘટનાને લઈને કઠલાલ પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇકો ગાડી નં. જીજે 35 એન 1079 અમદાવાદથી ઓઢવાડ જઈ રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. ગુરૂૂવારે મોડીરાતે પૂરપાટ જતી કારની વચ્ચે ગાય આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમા કારના ચાલક બાલાસીનોરના વિનોદભાઇ ગબાભાઇ સોલંકી તેમજ પુજાભાઇ અરજણભાઇ સોલંકી, સંજય જસવંતભાઇ ડાકોર, રાજેશ સાલમસિંહ ઠાકોરના ઘટના સ્થળે મોત નીપજયા હતા. જયારે અન્ય એકને ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. આ ઘટના બાદ હાઇવે પરનો ટ્રાફીક જામ થઇ ગયો હતો જેને પોલીસે પુર્વવત કરાવ્યો હતો.