ગણપતિ પંડાલમાં દારૂની પોટલી લઇ પીલે પીલે… નો ડાન્સ કરતાં ચાર પ્યાસી પકડાયા
મોરબી રોડ પરનો વીડિયો વાઈરલ થતા પોલીસની કાર્યવાહી, ચારેયે હાથ જોડી માફી માગી
રાજકોટમાં નશાબંધીના લીરા ઉડાડતા વીડિયો હવે સામાન્ય બની ગયા છે. આજ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો. જેમાં ચાર શખ્સો ગણપતિ પંડાલની બહાર ખુલ્લેઆમ દેશીદારૂૂની પોટલીઓ સાથે ડાન્સ કરતાં નજરે પડયા હતા. આ સ્થિતિમાં આબરૂૂ બચાવવા પોલીસે તત્કાળ તપાસ શરૂૂ કરી વિડિયોમાં દેખાતા ચારેય શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,વાયરલ વીડિયો મોરબી રોડ જકાતનાકા પાસેના ગણપતિ પંડાલ નજીકનો હતો. જયાં હાથમાં દેશી દારૂૂની કોથળીઓ લઈ ચાર શખ્સો ડાન્સ કરતાં નજરે પડયા હતા.તે તમામ શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ ના પીઆઇ રાણે અને ટીમે પ્રોહિબીશનની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કિશોર મધુભાઈ રીબડીયા (ઉં . વ .45) સિંધે ભઈ વેલજીભાઈ થરેસા (ઉ.36) (રહે. બંને મોરબી રોડ, જકાતનાકા પાસે), કાળુ વિરમભાઈ બાણોધ્રા (ઉ.વ.45) અને રાજા ઉર્ફે રાજુ મેરૂૂભાઈ ડાભી (ઉ.વ.38) (રહે. બંને જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ, જકાત નાકા પાસે)નો સમાવેશ થાય છે.
આ ચારેય શખ્સો હાથમાં દેશી દારૂૂની કોથળીઓ રાખી પીલે પીલે ઓ મોરે રાજા,પીલે પીલે ઓ મોરે જાની નામના બોલીવુડ સોંગ પર ડાન્સ કરતાં નજરે પડયા હતા. આ પ્રકારના કિસ્સાઓમાં બને છે તેમ ચારેય શખ્સોએ હવે પછી આ પ્રકારનું કૃત્ય નહીં કરીએ તેમ કહી માફી માંગતા હોય તેવો વીડિયો પોલીસે જાહેર કર્યો હતો.