સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈ
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયભરની 11 સરકારી યુનિવર્સિટીઓમાં એકેડેમીક કાઉન્સિલ, એકિઝકયુટિવ કાઉન્સિલ જેવા સત્તા મંડળોની રચના કરવામાં આવી છે. પરંતુ આવા સત્તા મંડળોમાં સરકાર નીયુકત ચાર ચાર સભ્યોની કરવાની થતી નિમણૂકો બાકી હતી. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના અંડર સેક્રેટરી અંકુર કુમાર ઉપાધ્યાએ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, જુનાગઢ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં આવી નિમણૂકો કરી દીધી છે.રાયપાલ અને હોદાની એ આવી તમામ યુનિવર્સિટીના કુલાધિપતિની સૂચનાના આધારે એકિઝકયુટિવ કાઉન્સિલમાં ચાર ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ડોકટર ગૌરવીબેન અમીનેષભાઈ ધ્રુવ, ડોકટર નિલેશભાઈ ત્રિવેદી ડોકટર સુરભીબેન દવે અને દીપકભાઈ પરસોતમભાઈ વઘાસીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં મૌલિકભાઈ પાઠક નિયતિબેન પંડા નરેન્દ્રસિંહ જાડેજા અને ડી. બી. ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જય કુમાર દિનેશકુમાર ત્રિવેદી રાજેશભાઈ ડાહ્યાભાઈ વડોદરિયા પ્રોફેસર દિનેશભાઈ ડઢાણીયા અને દીનાબેન લોઢિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતી યુનિવર્સિટીની એકિઝકયુટિવ કાઉન્સિલમાં સ્મિતાબેન જોશી હિરેનભાઈ જાધવ આશિષ ભાઈ ચંદુભાઈ અમીન અને શ્વેતલભાઇ સુતરીયાના નામની જાહેરાત સરકારે કરી છે.
સરકારની આ જાહેરાત પછી પણ જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ અને શિક્ષણવિદોની નિમણૂકો હજુ ઘણી યુનિવર્સિટીમાં બાકી છે. થોડા દિવસોથી રાય સરકારે અને તેમાં પણ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓના તથા ઉચ્ચ શિક્ષણ વિભાગના ઈસયુ પર કામ કરવાનું શ કયુ છે અને તે મુજબ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિતની અનેક યુનિવર્સિટીઓ નવા કુલપતિના નામોની જાહેરાત કરી છે. હવે બીજા તબક્કામાં એકિઝકયુટિવ કાઉન્સિલમાં ખાલી રહેલી સરકારી પ્રતિનિધિઓની ચાર ચાર જગ્યા ભરી દીધી છે.