For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત કેડરના ચાર સિનિયર IAS અધિકારીઓને દિલ્હીમાં પોસ્ટિંગ

01:23 PM May 29, 2025 IST | Bhumika
ગુજરાત કેડરના ચાર સિનિયર ias અધિકારીઓને દિલ્હીમાં પોસ્ટિંગ

ગુજરાત કેડરના ચાર સિનિયર IAS અધિકારીઓને કેન્દ્રીય સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવ્યા છે. સંયુક્ત સચિવ પદ માટે દિલ્હીમાં પોસ્ટિંગ કરવામાં આવેલા આ અધિકારીઓએ પહેલેથીજ ડેપ્યુટેશન માટે અરજી કરી હતી અને હવે તેઓ વિવિધ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.
કુલ 7 અધિકારીઓમાંથી 4ની પસંદગી થઈ છે, જેમણે હવે દિલ્હી ખાતે નવી નિમણૂક મેળવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કરેલા 41 IAS અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ લિસ્ટમાં સમાવેશ પામ્યો છે.
મનીષા ચંદ્રા (IAS GJ:2004) - સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત. તેઓ પાંચ વર્ષની મુદત માટે આ પદ સંભાળશે અથવા નવા આદેશો મળ્યા સુધી જવાબદારી પર રહેશે. જયારે સાંઇ છાકછુક (IAS GJ:2008) - ગૃહ મંત્રાલય હેઠળ NHRC સાથે સંકળાયેલ પદ પર સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ. તેમનો કાર્યકાળ પણ પાંચ વર્ષનો રહેશે.

Advertisement

કૃષ્ણકુમાર નિરાલા (IAS GJ:2005) - માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે મહત્વપૂર્ણ પદ મળ્યું છે. અને સુપ્રીત સિંહ ગુલાટી (IAS GJ:1999) - આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ મળી છે.

દિલ્હીમાં આ નિયુક્તિથી જોડાયેલી એક રસપ્રદ બાબત એ છે કે મનીષા ચંદ્રા અને કૃષ્ણકુમાર નિરાલા, તેમજ સાંઇ છાકછુક અને સુપ્રીત ગુલાટી - બંને દંપતિ છે. એટલે કે, બંને પતિ-પત્નીઓને એકસાથે દિલ્હી પોસ્ટિંગ મળ્યું છે, જે તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. હવે આ અધિકારીઓની જગ્યાઓ રાજ્યમાં ખાલી પડતા, ગુજરાત સરકાર દ્વારા નવું ચાર્જ સોંપવાની પ્રક્રિયા શરૂૂ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement