ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિદેશ પ્રવાસ કરનાર બોટાદ, અમરેલી અને જામનગરના ચાર પોલીસ સસ્પેન્ડ

12:01 PM Jan 16, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમરેલી, બોટાદ, જામનગરમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડાામાં ખળભળાટ મચી ગયો છે. જે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ચારેય ફરજ દરમિયાન મંજુરી વિના વિદેશ પ્રાસ કર્યો હોય જે બાબતે જખઈએ તપાસ કરી રીપોર્ટ કરતા રાજ્ય પોલીસ વડાના ધ્યાને આવતા ચારેયને સસ્પેન્ડ કર્યા હતાં.

Advertisement

મળતી માહિતી મુજબ, તાજેતરમાં ઉૠઙ વિકાસ સહાયે અમદાવાદના 13 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવાના આદેશ કર્યા હતા જેની સામે 3 પોલીસકર્મીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. દરમિયાન ઉૠઙ એ આ પોલીસકર્મીઓ અંગે તટસ્થ તપાસ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને આદેશ કર્યા હતા.

જેમાંથી 4 પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ની પોલ પકડાઈ ગઈ હતી. આ ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન વિભાગને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વિદેશ પ્રવાસ કર્યા હતા.

ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવતા વિકાસ સહાય દ્વારા ચારેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા 4 કથિત વહીવટદાર/પોલીસ કર્મચારીઓએ તેમની સરકારી ફરજ દરમિયાન અનેક વિદેશ પ્રવાસ કર્યા છે. નિયમાનુસાર પાસપોર્ટ મેળવ્યા બાદ જ્યારે પણ સરકારી કર્મચારી/અધિકારીએ વિદેશ પ્રવાસ કરવાનો હોય તો સંલગ્ન વિભાગને જાણ કરી મંજૂરી મેળવવાની હોય છે.

જો કે, આ ચારેય પોલીસ કર્મચારીઓએ પોલીસ વિભાગની મંજૂરી મેળવ્યા વિના વિદેશ પ્રવાસો કર્યા હોવાનું નિર્લિપ્ત રાયની તપાસમાં સામે આવ્યું છે.

Tags :
gujaratgujarat newspolicemenpolicemen Foreign travelpolicemen suspendedsuspended
Advertisement
Next Article
Advertisement