આનંદનગરમાં બૂટલેગર હર્ષદ મહાજન સહિત ચાર શખ્સોનો સાળી અને સાઢુ ઉપર હુમલો
સાસુને ધમકી આપનાર નામચીન બૂટલેગરે આંતક મચાવી પથ્થરમારો કરતાં એક જ દિવસમાં બીજી ફરિયાદ
સૌરાષ્ટ્રના નામચીન બુટલેગર બુટલેગર હર્ષદ માણેકલાલ મહાજનને સાસુને ધમકી આપ્યા બાદ કોઠારીયા રોડ નજીક આનંદનગર કોલોનીમાં રહેતી સાળી અને સાઢુ ઉપર હર્ષદ અને તેના પુત્ર સહીત ચાર શખ્સોએ માર માર્યો હોવાની બીજી ફરિયાદ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
કોઠારીયા રોડ નજીક આનંદનગર કોલોનીમાં રહેતા રૂૂપલબેન જયેન્દ્રભાઈ તન્ના (ઉ.વ. 49)ની ફરિયાદને આધારે ભકિતનગર પોલીસે હર્ષદ મહાજન, તેના પુત્ર આશિષ, ભના અને આશિષના મિત્ર સામે ગુનો દાખલ કર્યો હતો. રૂૂપલબેને પોલીસને જણાવ્યું કે તે પતિ અને પુત્ર સાથે રહે છે તેની નાની બહેન મેઘાને તેના પતિ આરોપી હર્ષદ મહાજન સાથે અણબનાવ ચાલતો હોવાથી ચારેક દિવસથી તે અયોધ્યા ચોક પાસે રહેતી માતા સરોજબેનને ત્યાં રીસામણે જતી રહી હતી. જેના કારણે આરોપી તેની બહેનને ફોનમાં ગાળો આપી ધમકી આપી હતી હોય જેથી માતા સરોજબેને ફોન કરી રૂૂપલને જણાવ્યું હતું કે, જમાઈ હર્ષદ તેને મારવા આવે છે.
આથી તેણે માતાને શું થયું છે પૂછતાં તેણે આરોપી મેઘાને ફોનમાં ગાળો આપતો હોવાથી તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી સરોજબેનના ફોનમાં કોલ કરી હવે હું તારી દિકરી રૂૂપલ અને તેના પરિવારની શું હાલત કરું છું તું જો હમણાં તેને મારવા જાઉં છું, અને તને વોટ્સએપ કોલ કરી લાઇવ બતાવું છું તેમ વાત કહી હતી. બાદમાં રાત્રે કોઠારીયા રોડ નજીક આનંદનગર કોલોનીમાં રહેતા રૂૂપલબેનના ઘર પાસે ધસી ગયેલા હર્ષદ તેના પુત્ર સહિતના ચારેય શખ્સોએ રૂૂપલબેને અને તેના પતિ જયેન્દ્રભાઈ તન્ના સાથે મારકૂટ કરી ધમકી આપી હતી.
હર્ષદે સામે ગઈકાલે 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોકમાં અલકનંદા એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતાં સાસુ સરોજબેન મનહરલાલ કોટક (ઉ.વ.67)એ ફરિયાદ નોંધાવી હોય ત્યારે સાળી રૂૂપલબેન સાથે ગઈ હતી જેથી આ બાબતનો ખાર રાખી હર્ષદ માણેકલાલ મહાજન અને તેના પુત્રો સહિતનાઓએ હુમલો કર્યો હોવાનું રૂૂપલબેને ફરિયાદમાં જણાવ્યું હતું. હર્ષદ સામે ગાંધીગ્રામ-2 પોલીસ મથક બાદ ફરિયાદ નોંધાયા બાદ સાળીના ઘરે જઇ ધમાલ મચાવતા ભકિતનગર પોલીસમાં બીજી ફરિયાદ નોંધાઈ હતી.