For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી પાસપોર્ટના આધારે અમેરિકા જતાં ત્રણ ગુજરાતી સહિત ચાર લોકો તાન્ઝાનિયામાં ઝડપાયા

03:37 PM Aug 19, 2024 IST | Bhumika
નકલી પાસપોર્ટના આધારે અમેરિકા જતાં ત્રણ ગુજરાતી સહિત ચાર લોકો તાન્ઝાનિયામાં ઝડપાયા
Advertisement

નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને યુએસ જવાનો પ્રયાસ કરતી વખતે શુક્રવારે બે મહિલા, વૃધ્ધ અને એક તરુણ સહિત ચાર લોકો તાન્ઝાનિયામાં ઝડપાઈ જતાં તાંઝાનિયાથી મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ આ ચારેયની પોલીસે ધરપકડ કરી હતી. આ ચારમાંથી બે મહિલા તથા એક તરુણ મૂળ ગુજરાતના વતની છે જ્યારે તેમનો હેન્ડલર મુંબઈનો રહીશ છે.

પોલીસે પકડાયેલા મુસાફરોમાં 1. ગીતા બેન માનસિંગ ચૌધરી (નાથશેરી, લક્ષ્મીપુરા, મહેસાણા), 2. ભારતીબેન જીવણભાઈ ચૌધરી (રંગા કૂઈ, વિસનગર, જિ. મહેસાણા), 3. અંશ ગોવિંદભાઈ ચૌધરી (સોલયા ગામ, તા. માણસા, જિ. ગાંધીનગર) અને 4. રમેશ ભજન ઠાકુર (ફોબિયન એપાર્ટમેન્ટ, બાન્દ્રા વેસ્ટ, મુંબઈ)નો સમાવેશ થાય છે.

Advertisement

તાંઝાનિયામાં આ લોકોની પૂછપરછ અને તપાસ દરમિયાન ત્યાંના સત્તાવાળાઓએ શોધી કાઢયું હતું કે આ ચારમાંથી ત્રણ જણ પાસે બે- બે પાસપોર્ટ હતા. ત્યારબાદ આ ચારેય વ્યક્તિનો તાંઝાનિયાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

આ લોકોને ડિપોર્ટ કરાયા બાદ તેઓ જ્યારે પાછા ભારત અને મુંબઈ એરપોર્ટ પર આવ્યા ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે અંશ, ભારતીબેન અને ગીતાબેને તાંઝાનિયા જવા માટે તેમના અસલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. જોકે તાંઝાનિયા પહોંચ્યા પછી તેમણે નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરી યુએસ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય કાયમ માટે યુએસ સ્થાયી થવા માગતા હતા. તેમનો કોન્ટેક્ટ પુષ્પાબેન વ્યાસ નામના એક એજન્ટ સાથે થયો હતો. પુષ્પાબેને તેમને તાન્ઝાનિયા થઈને અમેરિકા આવવા જણાવ્યું હતું. પુષ્પાબેને જ હેન્ડલર રમેશ ઠાકુરને તેમની સાથે આવવા કહ્યું હતું. જોકે, તેમણે તાન્ઝાનિયા પહોંચ્યા પછી નકલી પાસપોર્ટનો ઉપયોગ શા માટે કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.

આ બાબતે ઈમિગ્રેશન અધિકારી વૈભવ નરેન્દ્ર બાવનિયાએ ે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે તાંઝાનિયાના સત્તાધિકારીઓ દ્વારા જારી કરાયેલા ડિપોર્ટ નોટની વિગત મેળવી છે પણ પકડાયેલા લોકો સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ નિવડયા છે. ડિપોર્ટ નોટમાં એવું જણાવવામાં આવ્યું છે કે તાંઝાનિયા ખાતે ઈમિગ્રેશન એક માટે તેઓએ જે ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો તે નકલી નીકળ્યો હતો. તેમણે જે પાસપોર્ટ બનાવ્યો હતો તે અન્ય વ્યક્તિના નામે હતો જેમાં છેડછાડ કરવામાં આવી હતી જેમકે ગીતાબેનને રંજના અનુ ચૌહાણના નામનો બનાવટી પાસપોર્ટ અપાયો હતો. ભારતીય બેન પાસે કલ્પનાબેન સંજય પટેલ નામનો નકલી પાસપોર્ટ હતો જ્યારે અંશ ચૌધરી પાસે દિગ્વિજય સંજય પટેલ નાનો નકલી પાસપોર્ટ હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement