ધોલેરા નજીક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચારનાં મોત
અમદાવાદનો પરિવાર ભાવનગર જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો, પરિવારમાં આક્રંદ
13 દિવસમાં હાઇવે પર નવ લોકો મોતને ભેટયા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર મુંડી ગામના પાટિયા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર મુસાફરોના મોત નીપજતા આ રસ્તો ફરી રક્તરંજિત બન્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ જ સ્થળે સર્જાયેલા અકસ્માતમાં પાંચના મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત થતી વિગત મુજબ મુળ ભાવનગરના વતની અને હાલ અમદાવાદ રહેતાં શ્યામુબેન કેશુભાઈ મારૂૂ (ઉ.વ.75) તેમના પુત્રવધૂ ગીતાબેન પંકજભાઈ મારૂૂ (ઉ.વ.50) અને પૌત્ર મીહિર પંકજભાઈ મારૂૂ( ઉ.વ.29) સાથે મારૂૂતિ સુઝુકી એસક્રોસ કાર નં.જીજે.04.ઇએ.2822 લઈને અમદાવાદથી ભાવનગર તરફ આવી રહ્યા હતા. સામાપક્ષે ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલાં ઝૂબિન ફલેટમાં રહેતા અને સ્ક્રેપના વેપારી આકિબભાઈ આરિફભાઈ ડબ્બાવાલા (ઉ.વ.31) પોતાની હ્યુન્ડાઈ વર્ના કાર નં.જીજે.19.એમ.8703 લઈને ભાવનગરથી અમ દાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે, ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂૂટ પર ચાલી રહેલાં એકસપ્રેસ-વે પર ગઈકાલે બપોરના સુમારે ધોલેરા નજીક આવેલાં મુંડી ગામના પાટિયા પાસે બન્ને ફોર વ્હીલ કાર એકબીજા સાથે ઘડાકાભેર અથડાઈ હતી.બન્ને કારની ટક્કર એટલી જોરદાર હતી કે અક્સ્માત બાદ એક કાર નજીકના ડીવાઈડર પર ચડી ગઈ હતી.
તો, અકસ્માતના પગલે હાઈ-વે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જયારે, આ ગંભીર અકસ્માતના પગલે બન્ને એસક્રેસ કારમાં સવાર વૃદ્ધા શ્યામુબેન તથા તેમના પુત્ર મીહિરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સામાપક્ષે વર્ના કારના ચાલક આકિબભાઈનું પણ ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે, ગંભીર ઈજા પામેલાં ગીતાબેનને 108 મારફત સારવારાર્થે ભાવનગર ખસેડાયા હતા. જયાં તેમનું ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થતાં આ અકસ્માતમાં મૃતાંક વધીને ચાર થયો હતો.
જયારે, અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ સહિતનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બન્ને વાહનોને રસ્તા પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. જયારે, અકસ્માતને લઈ ધોલેરો પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ લીધી હતી.
ઉલ્લેખનિય છે કે, 13 દિવસ પૂર્વે આ જ હાઈ વે પર બે કાર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. જેમાં ભાવનગરના વતની અને એક જ પરિવારના ચાર સહિત પાંચ મુસાફરોના મોત થયા હતા. તેનાથી અંદાજે બે કિમી દૂર આજે ફરી સર્જાયેલાં કાર અકસ્માતે ચારનો ભોગ લીધો હતો.
ભાવનગર-અમદાવાદ એકસપ્રેસ હાઈ-વે પર ધોલેરા નજીકના મુંડી ગામના પાટિયા પાસે સર્જાયેલાં અક્સ્માતમાં કાળનો કોળિયો થનાર મારૂૂં પરિવારનો રીતસર માલો વીંખાઈ ગયો હતો. મૃતક શ્યામુબેનના પતિ પોલીસ વિભાગમાં હતા અને તેમનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તો, મૃતકના એકના એક વ્હાલાસોય પુત્ર પંકજભાઈના લગ્ન ગીતાબેન સાથે થયાં બાદ પુત્ર રત્ન મીહિરનો જન્મ થયો હતો. જો કે, થોડા વર્ષે પૂર્વે પંકજભાઈનું પણ હાર્ટ એટેકથી અકાળે અવસાન થતાં મારૂૂ પરિવારમાં દાદી, માતા અને પુત્ર જ હતા. જેમનું પણ આ અક્સ્માતમાં મોત થતાં મારૂૂં પરિવારનો માળો વીંંખાઈ ગયો છે. આ બનાવ થી બંને પરિવારમાં ભારે શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.