For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં વધુ ચાર GIDC બનશે

04:09 PM Mar 07, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લામાં વધુ ચાર gidc બનશે
  • માખાવડ અને બામણબોર માટે સરકારી જમીનના અભિપ્રાય કલેક્ટરને સુપ્રત કરાયા: પીપરડી અને કોટડાસાંગાણીમાં જમીન ફાળવવાની ચાલતી કાર્યવાહી

રાજકોટ શહેર અને જિલ્લાનો વિકાસ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ, આરોગ્ય માટેની આધુનિક એઈમ્સ જેવી સુવિધા, સ્માર્ટ સીટી જેવા પ્રોજેકટો ફાળવવામાં આવ્યા છે ત્યારે હવે રાજકોટ જિલ્લાના વિકાસ વેગવંતો બનાવવા માટે વધુ ચાર સ્થળે જીઆઈડીસી બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે અને તે માટે બે ગામમાં જમીન પણ ફાઈનલ કરી લેવામાં આવી છે અને બે સ્થળે જમીન ફાળવવાની કાર્યવાહી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં વધુ ચાર સ્થળે જીઆઈડીસી માટે જમીન ફાળવવા જિલ્લા કલેકટરને આદેશ કર્યો હતો. જેના પગલે કલેકટરે પ્રભવ જોષીએ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને સરકારી જમીનની ચકાસણી કરીને અભિપ્રાય મોકલવા આદેશ કરવામાં આવ્યો હતો આ તકે આજે કલેકટરે પત્રકારો સમક્ષ માહિતી આપતાં જણાવ્યું હતું.

Advertisement

રાજકોટ જિલ્લામાં પીપરડી, માખાવડ, બામણબોર અને કોટડાસાંગાણીમાં જીઆઈડીસી બનાવવા માટે સરકારી જમીન ફાળવવા માંગણી કરવામાં આવી છે જેમાં પીપરડીમાં 100 હેકટર જમીન, માખાવડમાં 14 હેકટર જમીન, કોટડાસાંગાણીમાં 120 હેકટર જમીન અને બામણબોરમાં 59 હેકટર જમીન માંગણી કરવામાં આવી છે. કલેકટર પ્રભવ જોષીનાં આદેશથી પ્રાંત મામલતદારો દ્વારા સરકારી જમીનનો સર્વે શરૂ કરી દીધો છે જેમાં માખાવડ ગામે 14 હેકટર સરકારી જમીન ફાળવવા માટેની દરખાસ્ત લોધિકા મામલતદારે તૈયાર કરી પ્રાંત અધિકારી મારફત જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવી છે. ત્યારે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા બામણબોરમાં 59 હેકટર સરકારી જમીનનો સર્વે પૂર્ણ કરી આ અંગેની દરખાસ્ત તૈયાર કરી કલેકટરને મોકલી આપવામાં આવી છે. જ્યારે પીપરડીમાં 100 હેકટર જમીન અને કોટડાસાંગાણીમાં 120 હેકટર જમીન શોધવા માટે મામલતદારો દ્વારા સરકારી જમીનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને સરકારી જમીનમાં કોઈ સ્થળે દબાણ છે કે કેમ તે અંગેની તપાસ પૂર્ણ કરી બાદમાં સરકારી ખરાબાની જમીન જીઆઈડીસીને ફાળવી દેવામાં આવશે જે અંગેની દરખાસ્ત ટૂંક સમયમાં તૈયાર કરી કલેકટરને મોકલી આપવામાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement