For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર એસ.ટી.ના વધુ ચાર કર્મચારી સસ્પેન્ડ, કુલ 11 વિકેટ પડી

01:54 PM Dec 11, 2025 IST | Bhumika
ભાવનગર એસ ટી ના વધુ ચાર કર્મચારી સસ્પેન્ડ  કુલ 11 વિકેટ પડી

એસ.ટી. વર્કશોપના દારૂ કાંડમાં ભોગ લેવાયો

Advertisement

ભાવનગર એસ.ટી. વિભાગના એક સિક્યુરીટી ગાર્ડ સહિત સાત ડ્રાઇવર - કંડક્ટરોના દારૂૂ કાંડમાં નામ ખુલવા પામતા એસ.ટી.ના વિભાગીય નિયામકે તાકીદે એક - હંગામી ડ્રાઈવરને ટર્મિનેટ કરાયો છે જ્યારે સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમજ પોલીસની તપાસ દરમિયાન વધુ ચાર કર્મચારીઓના નામ વિભાગીય નિયામકને ગુપ્ત રાહે જાણ થતાં વધુ ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

ભાવનગર એસ.ટી. વર્કશોપમાં ગત સોમવારે ડ્રાઇવરો તેમજ કંડક્ટરના સામાન રાખવાના રૂૂમ તેમજ બાથરૂૂમમાં નિલમબાગ પોલીસે દરોડા પાડતા સો થી વધુ નંગ વિદેશી દારૂૂ તેમજ બિયરની બોટલો મળી આવતા એક સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરાઈ હતી. જેની કબુલાતથી વધુ સાત ડ્રાઇવર અને કંડક્ટરના નામ ખુલતા એસ.ટી.ના વિભાગીય નિયામકે એક હંગામી ડ્રાઇવરને ટર્મીનેટ. તેમજ સાત કર્મચારીને સસ્પેન્ડ કરી દિધા હતા. જ્યારે પોલીસ તપાસમાં વધુ ચાર કર્મચારીઓના નામ ગુપ્ત રાહે પોલીસે વિભાગીય નિયામકને આપતા ચારેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં હેડ મિકેનિક નિકુલ કુવાડિયા, શિફ્ટ ઇન્ચાર્જ હરદેવસિંહ ગોહિલ, મનીષભાઈ તેમજ મિકેનિક હિરેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયા છે. જો કે, આરોપી કિશને પોલીસને વધુ દસથી પંદર કર્મચારીઓના નામ આપ્યા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement