For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવામાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર ચાર શખ્સનો હુમલો

05:42 PM Dec 13, 2023 IST | Bhumika
કુવાડવામાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર ચાર શખ્સનો હુમલો

કુવાડવામાં હલણના પ્રશ્ને યુવાન ઉપર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા ગામે રહેતા હુસેન કરીમભાઈ ધોણીયા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં કુવાડવામાં આવેલા વસંત બહાર પાસે હતો ત્યારે કાદર, મહમદ, મોહસીન અને નઝીમ નામના કૌટુંબિક સગાએ હલણના પ્રશ્ને ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભોમેશ્વર વિસ્તારમાં રહેતી રોશનીબેન સંજયભાઈ વિશ્વકર્મા નામની 26 વર્ષની પરિણીતા સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ભોમેશ્વર ફાટક પાસે આવેલા હનુમાન મંદિર નજીક હતી ત્યારે તેના પતિ સંજય વિશ્વકર્માએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement