ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિયોદરમાં નર્મદાની કેનાલમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાત

05:20 PM Aug 29, 2025 IST | Bhumika
Advertisement

બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ગોદા નજીક કેનાલમાં ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મહિલા, પુરુષ અને બે બાળકોએ મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો છે, સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ કરાઈ છે.

Advertisement

દિયોદરના ગોદા નજીક એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, કેનાલમાં કૂદીને 4 સભ્યોએ આપઘાત કર્યો છે અને આપઘાત પાછળનું કારણ અકબંધ છે, દિયોદર પોલીસે પ્રાથમિક તપાસ શરૂૂ કરી છે અને પરિવારના અન્ય સભ્યોના પણ નિવેદન લીધા છે, સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસે પીએમ માટે મૃતદેહ ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

જે પરિવારના સભ્યોએ આપઘાત કર્યો છે તેની પાછળનું સાચું કારણ હજી સામે આવ્યું નથી, પોલીસ આ મામલે તપાસ કરી છે, અને મૃતકોના મોબાઈલ ફોન પણ પોલીસે તપાસ માટે લીધા છે, આપઘાતને લઈ પોલીસ તપાસ કરશે ત્યારે સાચુ કારણ સામે આવશે. આર્થિક સંકડામણને લઈ આપઘાત કર્યો હોઈ શકે છે તેવું પોલીસનું અનુમાન છે, ત્યારે પરિવારના અન્ય સભ્યોમાં પણ આક્રંદ જોવા મળ્યું છે. મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ અંતિમવિધી બાદ પોલીસ પરિવારના સભ્યોને ફરી બોલાવી તપાસનો ધમધમાટ કરશે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.

Tags :
BanaskanthaBanaskantha newsDeodargujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement