For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની બહાદૂરગઢ ગામના પાટિયા પાસે કેમિક્લ ચોરી કરતા પોલીસ પુત્ર સહિત ચાર ઝબ્બે

11:59 AM Jul 24, 2024 IST | Bhumika
મોરબીની બહાદૂરગઢ ગામના પાટિયા પાસે કેમિક્લ ચોરી કરતા પોલીસ પુત્ર સહિત ચાર ઝબ્બે
Advertisement

ત્રણ વાહન, મોબાઇલ અને કેમિક્લના જથ્થા સાથે 64.82 લાખનો મુદ્દામાલ જપ્ત: ચારેયને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે સિરામિક યુનિટના પાછળના ભાગે મેદાનમાં એલસીબીની ટીમે રેડ કરી હતી. ત્યારે બે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સ્થળ ઉપરથી એક નિવૃત પોલીસ કર્માચારીના દિકરા સહિત કુલ ચાર શખ્સોને પકડ્યા હતા. તેઓ પાસેથી ત્રણ વાહનો, મોબાઇલ, કેમિકલનો જથ્થો વગેરે મળીને 64,82,750નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે. આગળની તપાસ તાલુકા પીએસઆઇને સોંપવામાં આવી છે.

Advertisement

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમી આધારે તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેર એ પંજાબ હોટલ નજીક કેરોલી એલએલપી યુનિટની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી. ત્યારે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સ્થળ ઉપરથી ટેન્કર વાહન નંબર એમએચ 46 બીબી 6987, એમએચ 46 બીબી 7140 અને ટાટા યોદ્ધા વાહન નંબર જીજે 36 વી 8652 સ્થળ ઉપરથી કબજે કર્યા હતા. ટેન્કરમાં ભરવામાં આવેલ ફીનોલ નામનું પ્રવાહી કેમિકલ, ત્રણેય વાહન અને મોબાઇલ ફોન મળીને કુલ 64,82,750નો મુદામાલ કબજે કરીને મોતબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

જ્યારે એલસીબીની ટીમે રેડ કરી હતી. ત્યારે ટેન્કરનો ડ્રાઇવર મહેતાબખાન મહંમદગુલશન ખાન (33) રહે. ઉત્તરપ્રદેશ, અબ્દુલકમાલખાન જમાલુદ્દીનખાન (38) રહે. ઉત્તરપ્રદેશ, કૌશિક વજુભાઇ હુંબલ (27) રહે. રામપર મોરબી અને હરેશ સાદુર હુંબલ (32) રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેને ઝડપી લીધા હતા અને 49,200 લીટર કેમિકલ જેની કિંમત 39.52 લાખ, 30 લાખના બે ટેન્કર તેમજ પાંચ લાખનું ટાટ યોદ્ધા સહિતનો મુદામાલ મળીને 64,82,750 નો મુદામાલ કબજે છે.

મળતી માહિતી મુજબ બંને ટેન્કરના ઉપરના ઢાંકણાઓ ખોલીને પાઇપ અને પંપ વડે બેરલમાં કેમિકલ ભરતા હતા. ત્યારે ટાટા યોદ્ધાના ઠાંઠામાં રાખવામાં આવેલા બે બસો લીટરના પતરાના બેરલમાં કેમિકલ ભરેલ હતું. તથા બે અન્ય બેરલ તથા નાના કેરબાઓ ખાલી જોવા મળેલ હતા. હાલમાં તમામ મુદામાલ અને આરોપી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. હવે આગળની તપાસ તાલુકા પીએસઆઇ બી.એમ.બગડાને સોંપવામાં આવી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે. તે પૈકી કૌશિક વજુભાઇ હુંબલ નિવૃત્ત પોલીસ કર્મચારીમાં દીકરો છે. જેથી આ કેમિકલ ચોરીના કૌભાંડમાં મોરબી જિલ્લામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે અને કોના આશીર્વાદથી આ ગોરખધંધો ચાલતો હતો. અને ટેન્કરમાંથી ચોરી કરીને કાઢવામાં આવેલ કેમિકલનો ક્યાં અને કેવી રીતે નિકાલ કરવામાં આવતો હતો. તે દિશામાં હવે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement