ભાવનગર પાસેથી રૂા.33.94 લાખના ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા
- જૂના માઢિયા અને પાનવાડી વિસ્તારમાં એસઓજીના દરોડા
ભાવનગર નજીક ભાલના જુના માઢીયા ગામ પાસેથી રૂૂ. 9.18 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારના ચાર શખ્સની પોલીસે ધરપકડ કર્યા બાદ ભાવનગરના પાનવાડી વિસ્તારમાંથી રૂૂ.33.94 લાખના એમ. ડી. ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ચાર ઇસમોની એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરી નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગર શહેરમાં પણ હવે ડ્રગ્સનું દૂષણ ફેલાયું હોય તેમ મુંબઈથી ડ્રગ્સ લઈને આવતા ભાવનગરના ચાર ઈસમોને એસ.ઓજી પોલીસે ઝડપી લીધા બાદ બે મહિલા સહિત વધુ ચારને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. એસ.ઓ.જી શાખાના પી.આઈ. એ. આર.વાળા અને પી.એસ.આઇ સી.એચ. મકવાણા ને મળેલી બાતમીના આધારે એમડી ડ્રગ્સ પકડવા માટે જરૂૂરી કાર્યવાહી કરી શહેરના પાનવાડી ચોક પાસે વોચમાં રહીને આ સ્થળેથી પસાર થઈ રહેલી રીક્ષા નં.જી.જે.04-એ.યુ.4824 ને અટકાવી રીક્ષાની અંદર બેઠેલા ચાલક ઈબ્રાહીમ હુસેનભાઇ સિદ્દી ( રહે. મતવાચોક, સંઘેડીયા બજાર, ભાવનગર ) તેમજ પાછળની સીટ પર બેસેલા કનીઝફાતેમા ઉર્ફે સુમયાબેન હસનમીયા સૈયદ ( રહે. વડવા આરબવાડ, મતવાચોક ભાવનગર ) સનાબેન મોહસીનખાન રોહિલા ( રહે મોચી શેરી, વડવા, રેલ્વે સ્ટેશન રોડ ભાવનગર ) અને રાહીલ ઉર્ફે સહેજાદભાઈ અબ્દુલભાઈ ડેરૈયા ( રહે. નવાપરા ઇદગાહ મસ્જિદ સામે તબેલામાં ભાવનગર)ની પૂછપરછ કરતા બંને મહિલાઓ પાસેથી એમડી ડ્રગ્સ 339.39 મિલીગ્રામ ( કિં. રૂૂ.33,93,700/-) મળી આવતા તમામને એસ.ઓ.જી. શાખાએ લઈ જવામાં આવ્યા હતા.
એસ.ઓ.જી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ નંગ-5, રોકડા રૂૂ.950/- અને અતુલ રીક્ષા મળી કુલ રૂૂ.34,80,150/- ના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.