ગાંડાએ અનેક લોકોને લમધાર્યા બાદ ટોળાએ પકડી ધબેડી નાખ્યો
સામા કાંઠે કુવાડવા રોડ પર બઘડાટી, પોલીસે માંડ કાબૂમાં લઇ દોરડે બાંધી હોસ્પિટલે ખસેડ્યો
પારેવડી ચોકમા માનસિક અસ્થીર યુવાને રસ્તે જતા રાહદારીઓને લાકડી વડે લમધાર્યા બાદ ત્યા ટોળુ એકઠુ થઇ ગયુ હતુ અને ટાળાએ માનસિક અસ્થીર યુવાનને બેફામ માર મારી લોહી લુહાણ કરી મુકયો હતો અને બાદમા પોલીસ આવી જતા આ યુવાનને દોરડાથી બાંધી સિવીલ હોસ્પીટલે સારવાર માટે લઇ જવામા આવ્યો હતો.
મળતી વિગતો મુજબ ગઇકાલે સાંજનાં સમયે પારેવડી ચોક પાસે આવેલી દરગાહ નજીક એક ગાંડાએ રસ્તે જતા રાહદારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો અને અંદાજે 4 થી પ વ્યકિતઓને માર માર્યો હતો. આ સમયે ત્યાથી એક મહીલા પોલીસને મારવા જતા મહીલા પોલીસે પોતાનો જીવ બચાવી તુરંત પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસને બોલાવી હતી અને ત્યા લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ હતુ અને ટોળાએ યુવકને બેફામ માર મારી લોહી લુહાણ કરી મુકયો હતો.
આ સમયે કોર્પોરેટર દીલીપભાઇ લુણાગરીયા પણ ત્યા પહોંચી ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ગાંડાની ધમાલ જોઇને રસ્તા વચ્ચે ટ્રાફીક જામ થઇ ગયો હતો. આ સમયે પોલીસે અને લોકોએ આ માનસીક અસ્થીર યુવકને દોરડાથી બાંધી પોલીસ વાનમા બેસાડી સારવાર માટે સિવીલ હોસ્પીટલે લઇ જવાયો હતો.