For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ લાપતા

01:59 PM Sep 15, 2025 IST | Bhumika
જામનગર  ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ લાપતા

જામનગર શહેર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ એકાએક લાપતા બની જતાં ભારે ચકચાર જાગી છે. આ મામલે પોલીસમાં ગુમનોંધ કરાવાતાં પોલીસ દ્વારા ચારેય યુવતીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાલપુરના નવાગામમાં રહેતી ગીતાબેન કમલેશભાઈ ભટ્ટ નામની 36 વર્ષની પરણીતા કે જે ગત 6.8.2025 ના દિવસે દરેડ ગામમાં પોતાના માનેલા ભાઈ કાનાભાઈ તુલસીભાઈ પટેલ ના ઘરે રક્ષાબંધનના તહેવારની રાખડી બાંધવા માટેનું કહીને ઘેરથી નીકળી હતી. જે એકાએક લાપત્તા બની ગઈ હતી. તેણી આજ દિન સુધી ઘેર પરત ફરી નથી. જે પોતાની સાથે મોબાઈલ ફોન, પર્ષ, આધાર કાર્ડ વગેરે લઈને નીકળ્યા પછી ગુમ થઈ હતી.

Advertisement

પરંતુ હજુ સુધી કોઈ જ પત્તો નહીં લાગતાં આખરે પતિ કમલેશભાઈ નાનાભાઈ ભટ્ટ દ્વારા મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં એ.એસ.આઇ વી.સી. જાડેજા આ મામલે તપાસ ચલાવી રહ્યા છે. જામનગર જિલ્લાના ધ્રોળમાં અતિત શેરીમાં રહેતી ચાર્મીબેન બીપીનભાઈ પરમાર નામની 19 વર્ષની યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. જેનો શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે યુવતી ના પિતા બીપીનભાઈ પરમાર દ્વારા પોલીસમાં ખૂબ નોંધ કરાવાતા ધ્રોલ પોલીસ તેણીને શોધી રહી છે.

જામનગરમાં ક્રિષ્ના ટાઉનશીપ વિસ્તારમાં રહેતી દક્ષાબેન જયેશભાઈ ચાવડા નામની 20 વર્ષ ની યુવતી પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વગર એકાએક લાપત્તા બની જતાં પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તેણીને શોધી રહી છે. લાલપુર નજીક પડાણા ગામમાં રહેતી જયાબેન માલસીભાઇ ઢચા નામની 21 વર્ષની યુવતી કે જે ગુમ થઈ છે, અને તે ના પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા પછી પણ તેણીનો કોઈ પતો નહીં સાંપડતાં આખરે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. એ.એસ.આઈ. વી.સી. જાડેજા તેણીને શોધી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement