ભાણવડના ઘુમલી વાડી વિસ્તારમાં ચાર ફુટના મગરનું કરાયુ રેસ્કયુ
11:47 AM Oct 27, 2025 IST
|
admin
Advertisement
મગરને જીવદયા પ્રેમીઓએ વન વિસ્તારમા કર્યો મુકત
Advertisement
ભાણવડ નજીકના ઘુમલી ગામની એક વાડીમાં મોડી રાત્રે એક મગર ચડી આવ્યો હોય, જેની જાણ વાડી માલિકને થતા તેઓએ તુરંત ભાણવડના એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.
આ અંગેની જાણ થતા એનિમલ લવર્સના રેસ્ક્યુઅર તુરંત સ્થળ પર પહોંચી જઈ ચારેક ફૂટના આ મગરનું રેસ્ક્યુ કરાયું હતું. આ સાથે સ્થળ પર ઉપસ્થિત લોકોને આ બાબતે માહિતગાર પણ કરાયા હતા. રેસ્ક્યુ બાદ આ મગરને તેના મૂળ આવાસમા મુક્ત કરાયો હતો.
આ મગર બચાવની સેવા પ્રવૃતિમાં એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, વિશાલ ભરવાડ, ધર્મેશ પ્રજાપતિ, દત્ત દેસાઈ અને અક્ષય સૂચક જોડાયા હતા.
Next Article
Advertisement