રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભરૂચની બેઠક ઉપર ત્રણ વસાવા અને ઓવૈસીના ઉમેદવારો વચ્ચે 4 પાંખિયો જંગ

04:25 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

ભરૂૂચ લોકસભાની ચૂંટણીમાં નવા ઉમેદવારોની એન્ટ્રી થતાં રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી થયો છે. ભરૂૂચ બેઠક લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની પ્રથમ એવી બેઠક બની છે, જેમાં ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે. કેમકે અત્યાર સુધી ભરૂૂચ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ હવે AIMIM અને છોટુ વસાવા પણ મેદાનમાં આવ્યા છે.

Advertisement

આ ઉપરાંત AIMIM પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવાની જાહેરાતને લઈને ભરૂૂચ બેઠક પર ચાર ઉમેદવારો થયા છે. ત્યારે હવે ભરૂૂચ બેઠક પર બીજા અપક્ષ કેટલા આવે છે એ જોવું રહ્યું. જોકે સાંસદ મનસુખ વસાવા એ આવી ગમે તેટલી પાર્ટીઓ આવે પંરતુ ભાજપની ગાદી મજબૂત છે. મોદી સરકાર નું કામ બોલે છે. આંતરિયાળ ગામોમાં પણ અમે કામ કયું છે એવી વાત કરી આપ અને ફશળશળ પર પ્રહાર કર્યો છે.

બીજી બાજુ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, AIMIM અમને મત તોડવાના પ્રયાશે ઉમેદવાર મૂકે છે, અને એ ભાજપની સી પાર્ટી છે. પણ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં AIMIM છે અને અહીં કોઈ હલ કાઢીશું. આમ ભરૂૂચ લોકસભા બેઠક પર હાલ ખરાખરી જંગ જામશે એ વાત પાકી છે.હાલમા જ ગુજરાતમાં હવે AIMIM લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ગુજરાતની બે બેઠક પર AIMIM ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે. જેમાં ભરૂૂચ અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે. આમ, બે બેઠકથી ઓવૈસીની પાર્ટી ગુજરાત લોકસભાના મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ, દીકરો બીજેપીમાં જતા છોટુભાઈએ નવા સંગઠનની જાહેરાત કરી છે. તેઓ ભરૂૂચથી ચૂંટણી લડે તેવા એંધાણ છે.

Tags :
bharuchBharuch newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement