મહુવામાં સવા ચાર ઇંચ વરસાદ
આજથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગોહિલવાડ પંથકમાં સવારથી જ વરસાદ શરૂૂ થયો છે. મહુવામાં સવારે બે જ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો ત્યારે રાત્રે પણ ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું.
રાજ્યના હવામાન ખાતા દ્વારા આજે તા. 20 થીભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જિલ્લાના મહુવામાં સવા ચાર ઇંચ વરસાદ, તળાજા અને ઉમરાળામાં દોઢ ઇંચ,વલભીપુરમાં એક ઇંચ, સિહોરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. જોકે થોડી જ વારમાં વરસાદે વિરામ લીધો હતો. ભારે વરસાદની આગાહીને પગલે શહેરમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે જિલ્લાના મહુવામાં આજે સવારે છ થી આઠ બે જ કલાકમાં ત્રણ મી.મી. વરસાદ ખાબકી ગયો હતો. ગઈકાલે રાત્રે પણ મહુવામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો .આમ છેલ્લા 24 કલાક દરમિયાન મહુવામાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 23, ઉમરાળામાં 31, ભાવનગર શહેરમાં 6 ,શિહોરમાં 16, ઉમરાળા 31 અને મહુવામાં 31+75 પાલીતાણામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રે અને સવારે ભારે પવન ફૂંકાયો હતો. હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ પડવાની સંભાવના છે.