અપહરણ, પોક્સો, દારૂ અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસતા-ફરતા ચાર આરોપી ઝડપાયા
પેરોલ ફર્લો સ્ક્વોડની કામગીરી
રાજકોટ શહેરના અપહરણ, પોક્સો દારૂ અને લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળના ગુનામાં નાસતા ફરતા ચાર આરોપીઓને પેરોલ ફર્લો સ્કર્વોડે ઝડપી લીધા હતાં.
પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઈ સી.એચ. જાદવની રાહબરીમાં પીએસઆઈ જે.જી. તેરૈયા, એએસઆઈ અમૃતભાઈ મકવાણા, રાજદીપસિંહ ચૌહાણ, રોહીતભાઈ કછોટ સહિતના સ્ટાફે માલવિયા પોલીસના અપહરણના ગુનાના સુરજ અવધેશ ગૌતમ (રહે. હાલ સુપર એન.જી. ટેક કારખાના પાસે ઓરડીમાં લોઠડાગામ)ને પકડી લીધો હતો.
તેમજ જૂનાગઢના એ ડિવિઝન પોલીસના પોક્સો અપહરણ અને બળાત્કારના ગુનામાં ફરાર રવિકુમાર ગણેશલાલ (રહે. રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. માલવિયાનગર પોલીસના લેન્ડગ્રેબીંગના ગુનામાં નાસતો ફરતો મુળ લોધીકાના માખાવડનો અને હાલ ગોંડલ રોડ એસટી વર્કશોપની પાછળ આંબેડકરનગરમાં રહેતો રવિ ઉર્ફે રવિન્દ્ર દાના સોમૈયાને ઝડપી લીધો હતો.
તેમજ આજીડેમ પોલીસના દારૂના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી વિક્રમ રામજી ગણાદિયા (ઉ.વ.32)ને ચોટીલાના સાલખડી ગામેથી ઝડપી લીધો હતો.
5ેરોલ ફર્લો સ્કવોડની કામગીરીને પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ બિરદાવી હતી.